Omicron નું હળવું પણ ઇન્ફેક્શન શરીરના આ અંગોને કરે છે નુકસાન, નવી સ્ટડીમાં દાવો
યુરોપિયન હાર્ટ જર્નલમાં પ્રકાશિત સ્ટડી જણાવે છે કે કોરોના વાયરસનું ઇન્ફેક્શન પોતાની અસર છોડી જાય છે, પછી ભલે દર્દીઓમાં લક્ષણ ન દેખાતા હોય. આ એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે દુનિયામાં ઝડપથી ફેલાય રહેલા ઓમિક્રોનમાં લક્ષણ વગર કે હળવા સંક્રમણના કેસ સામે આવી રહ્યાં છે.
નવી દિલ્હીઃ ઓમિક્રોનને વિશ્વમાં માઇલ્ડ ઇન્ફેક્શન એટલે કે હળવા સંક્રમણ વાળો વેરિએન્ટ ગણાવીને નજરઅંદાજ કરવામાં આવી રહ્યો છે. તેને લઈને જર્મનીના નિષ્ણાંતોએ ચિંતા વ્યક્ત કરી છે. યુરોપિયન હાર્ટ જર્નલમાં પ્રકાશિત સ્ટડી જણાવે છે કે કોરોના વાયરસનું ઇન્ફેક્શન પોતાની અસર છોડી જાય છે, પછી ભલે દર્દીઓમાં લક્ષણ ન દેખાતા હોય. આ એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે દુનિયામાં ઝડપથી ફેલાય રહેલા ઓમિક્રોનમાં લક્ષણ વગર કે હળવા સંક્રમણના કેસ સામે આવી રહ્યાં છે.
સ્ટડી પ્રમાણે બીમારીના હળવા રક્ષણ પણ શરીરના અંગોને ડેમેજ કરી શકે છે. તે માટે SARS-Cov-2 ઇન્ફેક્શનના હળવા લક્ષણવાળા 45થી 74 વર્ષની ઉંમરના કુલ 443 લોકોની મોટા પાયે તપાસ કરવામાં આવી. સ્ટડીમાં સામેલ કરાયેલા સંક્રમિતમાં હળવા કે કોઈ પ્રકારના લક્ષણ ન હોવાની જાણકારી આપવામાં આવી છે. તેનું પરિણામ જણાવે છે કે આ સંક્રમિતોમાં સંક્રમિત ન થનારા લોકોના મુકાબલે મીડિયમ ટર્મ ઓર્ગન ડેમેજ જોવા મળ્યું.
સ્ટડીના સંશોધકોએ એક નિવેદનમાં કહ્યું- લંગ્સ ફંક્શન ટેસ્ટમાં ફેફસાના વોલ્યૂમ ત્રણ ટકા ઘટી ગયું અને વાયુમાર્ગ સાથે જોડાયેલી સમસ્યા પણ જોવા મળી. આ સિવાય હ્રદયની પમ્પિંગ પાવરમાં એવરેજ 1થી 2 ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે લોહીમાં પ્રોટીનના સ્તરમાં 41 ટકાનો વધારો થયો જે હ્યદય પર પડનારા તણાવ વિશે જણાવે છે.
આ પણ વાંચોઃ કિશોરોમાં જોવા મળી રહી છે કોરોના રસીની આ આડઅસર, સ્ટડીમાં કરાયો દાવો
સંશોધકોને બેથી ત્રણ ગણા વધુ 'સેદ વીન થ્રોમ્બોસિસ' (પગની નસોમાં લોહીની ગાંઠ બનવી) ના સંકેત મળ્યા અને કિડની ફંક્શનમાં આશરે બે ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ દર્દીઓના બ્રેન ફંક્શન પર કેની કોઈ ખરાબ અસર જોવા મળી નહીં.
સાઇન્ટિફિક સ્ટડી સેન્ટરના ડાયરેક્ટર રાફેલ ટ્વેરેનબોલ્ટે કહ્યુ- આ જાણકારી અમારા માટે ખુબ મહત્વની છે. ખાસ કરીને ઓમિક્રોનના કેસમાં, જે હળવા લક્ષણો સાથે જોડાયેલા જોવા મળે છે. હાર્ટ એન્ડ વસ્ક્યૂલર સેન્ટર ઓફ ધ યૂકેના મેડિકલ ડાયરેક્ટર સ્ટીફન બ્લૈંકેનબર્ગે કહ્યુ- સ્ટડીનું પરિણામ શરૂઆતી સ્ટેજ પર સંભવિત જોખમને સમજવામાં મદદ કરે છે જેથી દર્દીઓની સારવારના પગલા ભરી શકાય.
આ પણ વાંચોઃ સાવધાન રહો! હોસ્પિટલ પર વધી શકે છે દબાવ, કેન્દ્રએ રાજ્ય સરકારોને લખ્યો પત્ર
નિષ્ણાંતો પ્રમાણે કોરોનાના પાછલા વેરિએન્ટ લોવર રેસ્પિરેટરી સિસ્ટમમાં પોતાની સંખ્યા વધારતા હતા જેનાથી વ્યક્તિના ફેફસા પર વાયરસની વધુ અસર પડતી હતી. પરંતુ નવો ઓમિક્રોન વેરિએન્ટ અપર રેસ્પિરેટરી સિસ્ટમમાં રેપ્લીકેટ થાય છે. તેનાથી ફેફસાને ઓછુ નુકસાન થઈ શકે છે. અહીં શ્વાસ લેવામાં મુશ્કેલી અને સ્વાસ, ગંધની ઓળખ કરવાની શક્તિ ગુમાવવા જેવા લક્ષણ પણ જોવા મળી રહ્યાં નથી. પરંતુ લક્ષણોનું ન દેખાવું વાયરસના ફેલાવાની ગતિને વધારી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube