Omicron Variant થી દુનિયાભરમાં ફરી આવશે આફત? આફ્રિકામાં થઈ શકે છે કોરોના વિસ્ફોટ; WHO ની ચેતવણી
સંયુક્ત રાષ્ટ્રની સંસ્થાએ પોતાના 194 સભ્ય દેશોને સલાહમાં કહ્યું કે, વેક્સીનેશન અભિયાનમાં તેજી રાખો. WHO એ કહ્યું કે ઓમિક્રોનના ખુબ વધુ મ્યૂટેન્ટ્સ છે. તેમાં કેટલાક એવા છે, જે મોટો વિસ્ફોટ કરી શકે છે.
નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસોથી વિશ્વભરમાં કોરોનાથી મળેલી રાહત ફરી એકવાર ખતમ થવાનો ડર પેદા થઈ ગયો છે. આફ્રિકામાં પ્રથમવાર સામે આવેલ ઓમિક્રોન વેરિએન્ટ ઝડપથી ફેલાવાનો ખતરો છે અને તેના કારણે ભારત જેવા દેશોમાં મોટું સંકટ પેદા થઈ શકે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ તેને લઈને ચેતવણી આપતા કહ્યું કે, તેનાથી રિસ્ક ખુબ હાઈ છે અને કેટલાક વિસ્તારમાં તે ખતરનાક સાબિત થઈ શકે છે. સંયુક્ત રાષ્ટ્રની સંસ્થાએ પોતાના 194 સભ્ય દેશોને સલાહમાં કહ્યું કે, વેક્સીનેશન અભિયાનમાં તેજી રાખો. WHO એ કહ્યું કે ઓમિક્રોનના ખુબ વધુ મ્યૂટેન્ટ્સ છે. તેમાં કેટલાક એવા છે, જે મોટો વિસ્ફોટ કરી શકે છે.
પરંતુ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે, ઓમિક્રોનના વેક્સીનથી મળેલી ઇમ્યુનિટીને માત આપવાની આશંકાને લઈને તપાસ કરવી પડશે. WHO એ કહ્યું કે, આગામી કેટલાક સપ્તાહમાં આ વિશે વધુ ડેટા સામે આવશે, તેનાથી તસવીર વધુ સ્પષ્ટ થશે. આ વચ્ચે મહામારી વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે આ સપ્તાહના અંત સુધી દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોન વેરિએન્ટના કારણે દરરોજ 10,000 નવા કેસ મળી શકે છે. દક્ષિણ આફ્રિકાની વસ્તીને જોતા આ મોટો આંકડો છે. દક્ષિણ આફ્રિકાના એક્સપર્ટ ડો. સલીમ અબ્દુલ કરીમે કહ્યુ- અમારૂ અનુમાન છે કે આ સપ્તાહના અંત સુધી દરરોજ 10,000ની નજીક કેસો સુધી પહોંચી શકે છે.
આ પણ વાંચોઃ કોરોના: ઓમિક્રોન વેરિએન્ટનો પહેલો Photo સામે આવ્યો, જોવા મળ્યું ચિંતાનું મોટું કારણ
પોર્ટુગોલની ફુટબોલની ટીમના 13 ખેલાડીઓમાં મળેલ ઓનિક્રોન વેરિએન્ટ આ વચ્ચે પોર્ટુગલની ફુટબોલ ટીમના 13 ખેલાડી કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટથી પોઝિટિવ આવ્યા છે. પોર્ટુગલના નેસનલ હેલ્થ ઇન્સ્ટિટ્યુટે કહ્યું- જે લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, તેમાંથી એક વ્યક્તિ હાલમાં આફ્રિકા ગયો હતો. દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોન વેરિએન્ટનો પ્રથમ કેસ નોંધાયો હતો. અન્ય ખેલાડીઓએ દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કર્યો નહોતો, તેથી માનવામાં આવી રહ્યું છે કે આ લોકલ ટ્રાન્સમિશનનો પ્રથમ મામલો છે. આ પહેલા મોઝામ્બિકથી આવેલા બે લોકો શનિવારે પણ સંક્રમિત આવ્યા હતા. તેમાંથી એક વ્યક્તિ કોરોનાના ડેલ્ટા વેરિએન્ટથી પીડિત હતો, જ્યારે બીજા વિશે હજુ જાણકારી મળી નથી.
જાપાનના ઇન્ટરનેશનલ ટ્રાવેલ પર લગાવ્યો પ્રતિબંધ, ભારતમાં આકરા નિયમ
ઓમિક્રોન વેરિએન્ટના નવા કેસોને જોતા દુનિયાભરમાં પ્રતિબંધો વધી રહ્યાં છે. જાપાને હવે કોઈપણ આંતરરાષ્ટ્રીય વિઝિટરના આવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ મહિને જાપાને બીજા દેશોના લોકોને આવવાની મંજૂરી આપી હતી, પરંતુ સાવધાની રાખતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ વૈજ્ઞાનિકોએ તેના પર કોઈ વિસ્તૃત જાણકારી આપી નથી કે આ વેરિએન્ટ પહેલાના મુકાબલે નબળો છે કે વધુ સંક્રામક છે. પરંતુ આ પહેલા બ્રિટન, જાપાન, જર્મની જેવા દેશોએ પ્રતિબંધો શરૂ કર્યાં છે. એટલું જ નહીં ભારતે પણ આંતરરાષ્ટ્રીય યાત્રિકોને લઈને નવા નિયમ લાગૂ કર્યાં છે. તે મુજબ એરપોર્ટ પર રેન્ડમ ટેસ્ટિંગમાં વધારો કરવામાં આવશે. આ સિવાય ભારત આવવા માટે કોરોના નેગેટિવ રિપોર્ટ અને ટ્રાવેલ હિસ્ટ્રીને પણ જણાવવું પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube