નવી દિલ્હીઃ Omicron Variant: વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે કોવિડ-19 વિરોધી બૂસ્ટર ડોઝથી પરિભ્રમણ એન્ટિબોડીઝની માત્રા વધી જાય છે અને તે પણ જોવા મળ્યું છે કે તેનાથી ઓમિક્રોન સંક્રમણથી બચાવની સંભાવનામાં પણ વધારો થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૈજ્ઞાનિકોએ ઉલ્લેખ કર્યો કે બૂસ્ટર ડોઝ તે લોકોના બચાવ માટે સૌથી સરળ પગલું છે, જેની ઇમ્યુનિટી સિસ્ટમ નબળી છે. યૂકેની સ્વાસ્થ્ય સુરક્ષા એજન્સીએ કહ્યું કે, ઓમિક્રોન વિરુદ્ધ પ્રભાવી મનાતા કોવિશીલ્ડ રસીનો બૂસ્ટર ડોઝ અને કોવિડ-19 વિરોધી રસીનો ત્રીજો બૂસ્ટર ડોઝ ઓમિક્રોન સ્વરૂપના સંક્રમણથી 70-75 ટકા સુધી સુરક્ષા પ્રદાન કરે છે. આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા વિષાણુ વૈજ્ઞાનિક અને મહામારી નિષ્ણાંતોએ કહ્યું કે, (પોલિયો કે ઓપીવી, ઓસી જેવા રોગોની રસીને છોડી) કોઈપણ રસીનો બૂસ્ટર ડોઝ એન્ટીબોડીનું સ્તર ઝડપથી વધારી દે છે. 


એન્ટીબોડીની માત્રા વધી જાય છે
જાણીતા વાઈરોલોજિસ્ટ ડો. શાહિદ જમીલે જણાવ્યું હતું કે બે ડોઝ પછી બૂસ્ટર ડોઝ આપતા એન્ટિબોડીઝની માત્રામાં વધારો કરે છે અને એવું જોવામાં આવ્યું છે કે આ ઓમિક્રોન રોગનિવારક ચેપ સામે રક્ષણની શક્યતા વધારે છે. તેમણે કહ્યું, 'અમે નથી જાણતા કે ગંભીર રોગને રોકવામાં બે ડોઝ કેટલા અસરકારક છે.'


આ પણ વાંચોઃ New Zealand: ઓમિક્રોનનો ડર! એક વ્યક્તિએ 24 કલાકમાં લગાવી લીધા વેક્સીનના 10 ડોઝ  


ભારતમાં મોટા ભાગના લોકોને કોવિશીલ્ડના બે ડોઝ આપવામાં આવી ચુક્યા છે, તેવામાં હવે તેને શું કરવું જોઈએ. તે સવાલ પર ભારતીય સાર્સ-કોવ-2 જીનોમિક્સ કંસોર્ટિયાના સલાહકાર સમૂહના પૂર્વ પ્રમુખ જમીલે કહ્યુ કે, તે નક્કી કરવું જોઈએ કે જે લોકોને કોવિશીલ્ડનો માત્ર એક ડોઝ મળ્યો છે, તેને બીજો ડોઝ 12-16 સપ્તાહની જગ્યાએ 8-12 સપ્તાહમાં આપવો જોઈએ. 


બૂસ્ટર પર એક નીતિ બનાવો- જમીલ
જમીલે આગળ કહ્યુ- ભારતીય રસી કોવેક્સિન અને કોવિશીલ્ડનો સીરો કેટલી સારી રીતે વાયરસને બેઅસર કરે છે, તે જાણવા માટે લેબોરેટરીમાં ઓમિક્રોન પર અભ્યાસ કરવામાં આવે. બૂસ્ટર પર એક નીતિ બનાવવામાં આવે. કોણે રસીનો ઉપયોગ કરવાનો છે? કઈ રીતે લગાવવાનો છે? અને ક્યારે? એક નીતિ બનાવો અને કિશોરોની સાથે બાળકોનું રસીકરણ શરૂ કરો. 


આ પણ વાંચોઃ New Zealand: ઓમિક્રોનનો ડર! એક વ્યક્તિએ 24 કલાકમાં લગાવી લીધા વેક્સીનના 10 ડોઝ  


જાણીતા વાયરોલોજિસ્ટ ડો. ટી. જૈકબ જોને કહ્યુ કે, (પોલીયો અથવા ઓપીવી, ઓરી જેવા રોગો માટેની રસી સિવાય) કોઈપણ રસીની બૂસ્ટર ડોઝ એન્ટીબોડીનું સ્તર ઝડપથી વધારે છે. તેમણે કહ્યું- ફાઇઝર રસીની બૂસ્ટર ડોઝ તો એન્ટીબોડીનું સ્તર 40 ગણું વધારી દે છે. તેમણે આગળ જણાવ્યું- જો આપણે ઓમિક્રોનના અજાણ્યા જોખમ વિશે સતર્ક રહેવા ઈચ્છીએ છીએ તો વધુમાં વધુ લોકોને બૂસ્ટર ડોઝ આપવો સરળ પગલું છે, વિશેષ રૂપથી જે લોકોની ઇમ્યુનિટી સિસ્ટમ નબળી છે. સાથે વૃદ્ધો અને વિવિધ રોગોથી પીડિત લોકો માટે પણ આમ કરી શકાય છે. આ તેના માટે લાભદાયક છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube