નવી દિલ્હી: કોરોના (Corona)  વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનના લક્ષણો ડેલ્ટા વેરિએન્ટની સરખામણીએ જલદી દેખાઈ જાય છે, એવા સંકેત મળ્યા છે. કહેવાય છે કે ઓમિક્રોનના કારણે બીમાર થતા પહેલા જ તમે આ લક્ષણ મહેસૂસ કરી શકો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Omicron થી સંક્રમિત થતા જોવા મળે છે આ લક્ષણ
ધ સનમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ જો તમારા અવાજમાં ખારાશ આવી ગઈ હોય અને તમે મોટેથી બૂમ પાડી કે ગાઈ શકતા ન હોવ તો તે ચિંતાનો વિષય હોઈ શકે છે. તમારે ધ્યાન આપવું પડશે કે તમારા અવાજમાં આ ફેરફાર કયા કારણસર આવ્યો છે. 


Kanpur: અત્તરના વેપારી પિયુષ જૈનની ધરપકડ, દરોડામાં અત્યાર સુધીમાં 257 કરોડ કેશ અને જ્વેલરી જપ્ત


ડેલ્ટાથી અલગ છે ઓમિક્રોન વેરિએન્ટનું આ લક્ષણ
એક્સપર્ટ્સના જણાવ્યાં મુજબ ઓમિક્રોનના સૌથી પહેલા લક્ષણોમાંનું એક Scratcy Throat છે. જેમાં તમારું ગળું અંદરથી છોલાઈ જાય છે. જ્યારે ડેલ્ટા વેરિએન્ટથી સંક્રમિત થવા પર લોકોને ગળામાં ખરાશ(Soar Throat)ની સમસ્યા રહેતી હતી. 


ડિસ્કવરી હેલ્થ, દક્ષિણ આફ્રિકાના ચીફ એક્ઝીક્યુટિવ Ryan Roach એ કહ્યું કે નાક બંધ થતા, સૂકી ઉધરસ અને પીઠમાં નીચેની બાજુ દુ:ખાવાની સમસ્યાનો સામનો ઓમિક્રોનથી પીડિત લોકોએ કરવો પડી રહ્યો છે. 


મજાક મજાકમાં 2 વર્ષનો બાળક ચેઈન સ્મોકર બની ગયો, એક દિવસની 40 સિગરેટ પીતો, પરંતુ...


Omicron પર રિપોર્ટ્સમાં કરાયો આ દાવો
જો કે કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે ઓમિક્રોન, ડેલ્ટા વિરેએન્ટની સરખામણીમાં ઓછો ખતરનાક છે. યુનાઈટેડ કિંગડમના પહેલા અધિકૃત રિપોર્ટ મુજબ ઓમિક્રોનથી સંક્રમિત થયા બાદ ડેલ્ટા વેરિએન્ટની સરખામણીએ 50થી 70 ટકા ઓછા લોકો હોસ્પિટલમાં એડમિટ થયા. 


UKHSA ના ચીફ એક્ઝિક્યુટિવ ડોક્ટર જેની હેરિસે કહ્યું કે એકવાર ફરીથી અમે તે તમામ બ્રિટિશ નાગરિકોને આગ્રહ કરીએ છીએ કે જેમણે હજુ સુધી બૂસ્ટર ડોઝ લીધો નથી તેઓ જલદી આ બૂસ્ટર ડોઝ લઈ લે કારણ કે ઓમિક્રોનથી બચવા માટે આ સૌથી સારું માધ્યમ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube