Afghanistan: એક સમયના જાણીતા TV એંકરની તાલિબાનના રાજમાં જુઓ કેવી થઈ ગઈ હાલત
તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યા બાદ દેશે ખુબ આર્થિક અને રાજકીય ઉથલપાથલનો સામનો કરવો પડ્યો છે. દેશમાં મોટા મોટા ફેરફાર આવ્યા છે જેના પગલે અનેક લોકોએ પોતાની નોકરીના સંકટ સામે ઝઝૂમવું પડ્યું છે.
News Anchor Selling street Food: તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યા બાદ દેશે ખુબ આર્થિક અને રાજકીય ઉથલપાથલનો સામનો કરવો પડ્યો છે. દેશમાં મોટા મોટા ફેરફાર આવ્યા છે જેના પગલે અનેક લોકોએ પોતાની નોકરીના સંકટ સામે ઝઝૂમવું પડ્યું છે. હાલમાં જ કઈંક એવી તસવીરો સામે આવી છે જે અફઘાનિસ્તાનની વાસ્તવિકતા દર્શાવે છે.
હામિદ કરઝઈ સરકાર સાથે કામ કરી ચૂકેલા કબીર હકમલે હાલમાં જ ટ્વિટર પર એક પોસ્ટ કરી જેનાથી જાણવા મળે છે કે દેશમાં કેટલા પ્રતિભાશાળી લોકો ગરીબાઈમાં ધકેલાઈ ગયા છે. હકમલે આવા જ એક અફઘાન પત્રકાર મૂસા મોહમ્મદીની તસવીર શેર કરી. કેપ્શનમાં હકમલે લખ્યું કે મોહમ્મદી અનેક વર્ષોથી મીડિયા ઈન્ડસ્ટ્રીનો ભાગ હતો જો કે અફઘાનિસ્તાનમાં એવી ગંભીર સ્થિતિ છે કે તેમણે હવે પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે રસ્તા પર ખાવાનું વેચવું પડે છે.
Nupur Sharma Row: પાકિસ્તાનમાં નુપુર શર્માના સમર્થનમાં ઉઠ્યો અવાજ, મૌલાનાએ મુસલમાનો પર લગાવ્યો આ આરોપ
Pakistan: પેટ્રોલના ભાવમાં કમરતોડ વધારો, પ્રતિ લીટર 24 રૂપિયા વધ્યા, જાણો કેટલી થઈ કિંમત
વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube