નવી દિલ્હીઃ શ્રીલંકા ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. દેશમાં લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. આ વચ્ચે શ્રીલંકાની કોર્ટે પૂર્વ પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષે, તેમના પુત્ર સહિત 15 લોકોને દેશ છોડી જવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. તો કોલંબો કોર્ટે પોલીસને તે તપાસ કરવાનો આદેશ આપ્યો કે શાંતિપૂર્ણ ચાલી રહેલું પ્રદર્શન આખરે હિંસક કેમ બની ગયું? મહત્વનું છે કે હિંસામાં 9 લોકોના મોત થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યૂઝ એજન્સી એએફપી પ્રમાણે કોલંબો કોર્ટમાં પૂર્વ પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષે વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કરવાને લઈને અરજી દાખલ કરવામાં આવી હતી, જેને કોર્ટે નકારી દીધી. કોર્ટ પ્રમાણે પોલીસની પાસે તે અધિકાર છે કે તે કોઈ શંકાસ્પદને કસ્ટડીમાં લઈ શકે છે. જો પોલીસને લાગે છે કે કોઈ શંકાસ્પદ છે તો તેને પોલીસ કોઈ મંજૂરી વગર પણ ધરપકડ કરી શકે છે. 


આ પણ વાંચોઃ ગજબ...આ દેશમાં કોરોનાનો પહેલવહેલો કેસ નોંધાતા જ ફફડાટ! તાબડતોબ દેશવ્યાપી લોકડાઉન લાગ્યું


સોમવારે કોર્ટમાં દાખલ અરજીમાં કહેવામાં આવ્યું કે પૂર્વ પીએમ મહિન્દા રાજપક્ષેના ત્રણ હજાર સમર્થકોએ કોલંબોમાં ચાલી રહેલા શાંતિપૂર્ણ પ્રદર્શન પર હુમલો કરી હિંસા ભડકાવવાનું કામ કર્યું હતું. અરજીમાં કહેવામાં આવ્યું કે સરકારના સમર્થકોએ શાંતિથી પ્રદર્શન કરી રહેલા લોકો પર હુમલો કર્યો ત્યારબાદ પ્રદર્શન ઉગ્ર બની ગયું હતું. 


પ્રાપ્ત વિગત મુજબ શ્રીલંકામાં સોમવારે થયેલી હિંસા બાદ 225 લોકો હોસ્પિટલમાં દાખલ છે જેમાં બૌદ્ધ સંત અને પાદરી પણ સામેલ છે. માહિતી પ્રમાણે દેશમાં હિંસા બાદ મહિન્દા રાજપક્ષે પોતાના વિશ્વાસ પાત્ર લોકોની સાથે પીએમ આવાસ છોડી કોઈ અજાણ્યા સ્થળે જતા રહ્યાં છે. મહત્વનું છે કે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ પોતાના ભાઈ મહિન્દાને પીએમ પદેથી રાજીનામુ આપવાનું કહ્યુ હતું. શ્રીલંકા વર્તમાનમાં સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે અને સરકાર વિરુદ્ધ પ્રદર્શ ચાલી રહ્યું છે. 


વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube