પુતિનની જીત નહીં અને ઝેલેન્સ્કીનો પરાજય નહીં, વર્ચસ્વના જંગમાં 30,000 લોકોના મોત થયા
તબાહી વચ્ચે યુક્રેન હજુ મજબૂત છે. તે રશિયાનો જોરદાર રીતે સામનો કરી રહ્યું છે. રશિયાને આશા હતી કે યુદ્ધ એક સપ્તાહની અંદર ખતમ થઈ જશે, પરંતુ તેમ થયું નથી.
કીવ: રશિયા અને યુક્રેન યુદ્ધની આજે પહેલી વરસી છે. આજના દિવસે એટલે કે 24 ફેબ્રુઆરી 2022ના રોજ રશિયાએ યુક્રેન પર હુમલો કરી દીધો હતો. રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિને યૂક્રેન પર મિલિટરી એક્શનનો આદેશ આપ્યો હતો. તેના પછી કીવ પર મિસાઈલોનો વરસાદ શરૂ થયો. આ 1 વર્ષ દરમિયાન રશિયાએ યૂક્રેનના અનેક શહેરોને સ્મશાનમાં ફેરવી દીધા. હજારો લોકોના મોત થયા. લાખો લોકો દેશ છોડીને ચાલ્યા ગયા. અને બીજું ઘણું બધું થયું. રશિયાએ અનેક શહેરોને પોતાના કબજામાં લીધા. જેરુસલેમ પોસ્ટના જણાવ્યા પ્રમાણે યુદ્ધ દરમિયાન બંને દેશના લગગ 30,000થી વધારે લોકોના મોત થયા. આ યુદ્ધમાં રશિયાની સરખામણીએ યૂક્રેનને વધારે નુકસાન થયું.બંને દેશની વચ્ચે જ્યારે યુદ્ધની શરૂઆત થઈ ત્યારે કોઈએ વિચાર્યુ ન હતું કે આ યુદ્ધ આટલું લાંબુ ચાલશે.
તારાજીની વચ્ચે યૂક્રેન હજુ પણ અડીખમ:
રશિયાને આશા હતી કે તે યુદ્ધ એક અઠવાડિયાની અંદર ખતમ થઈ જશે અને કીવ પર રશિયા કબજો કરી લેશે. પરંતુ આવું થયું નહીં.1 વર્ષ પછી પણ પુતિન પોતાનું લક્ષ્ય પૂરું કરી શક્યા નથી. તારાજીની વચ્ચે યૂક્રેન હજુ સુધી અડીખમ છે. તે રશિયા સામે ઉભું છે.આ મેદાનમાં પુતિનની જીત થઈ નથી અને ઝેલેન્સ્ક્રીની હાર થઈ નથી. એવામાં બંને દેશની વચ્ચે યુદ્ધ ક્યાં સુધી ચાલશે તે કહેવું મુશ્કેલ છે.
આ પણ વાંચોઃ અહીં છોકરી જેમ મોટી થાય એમ કેમ પહેરે છે નાના સ્કર્ટ? સેક્સ-સ્કર્ટનું શું છે કનેક્શન?
યૂક્રેનના અનેક શહેરો ખંડેરમાં ફેરવાયા:
રશિયાના મિસાઈલ હુમલામાં યૂક્રેનના ડોનેસ્ક, મારિયોપોલ અને ખારકીવના અનેક વિસ્તાર સંપૂર્ણ રીતે ખંડેરમાં ફેરવાઈ ગયા છે. યુદ્ધમાં અત્યારસુધી લાખો લોકો બેઘર થઈ ગયા છે. અનેક યૂક્રેની નાગરિકોએ બીજા દેશમાં શરણ લઈ લીધી છે. રિપોર્ટ્સ પ્રમાણે યૂક્રેનના લગભગ 14 લાખ લોકોએ યૂક્રેનની ધરતી છોડવી પડી. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર આયોગના જણાવ્યા પ્રમાણે 1 વર્ષમાં યૂક્રેનમાં લગભગ 8006 લોકોના મોત થયા છે. આ આંકડો 21 ફેબ્રુઆરી સુધીનો છે. એજન્સીનું કહેવું છે કે વાસ્તવિક આંકડાની સંખ્યા વધારે હોઈ શકે છે.
બંને દેશને મોટું નુકસાન:
યૂક્રેની મિનિસ્ટ્રીના જણાવ્યા પ્રમાણે એક વર્ષમાં રશિયાએ યૂક્રેન પર 8500 મિસાઈલ ફેંકી છે. 5000 મિસાઈલ સ્ટ્રાઈક અને 3500 એર સ્ટ્રાઈક કરવામાં આવી. તે સિવાય 1100 ડ્રોન સ્ટ્રાઈક કરવામાં આવી. તેમ છતાં યૂક્રેની સેનાનો દાવો છેકે યુદ્ધમાં અત્યાર સુધી રશિયાના 1 લાખ 46,000 સૈનિકોનો તેમણે ખાત્મો કર્યો છે. યૂક્રેની સેનાએ બુધવારે દાવો કર્યો કે તેમની સેનાએ 3350 રશિયન ટેન્ક, 6593 બખ્તરબંધ વાહન, 2352 તોપખાનાના ટુકડા, 471 મલ્ટીપલ લોન્ચ રોકેટ સિસ્ટમ, 244 એન્ટી એર સિસ્ટમ, 299 એરક્રાફ્ટ, 287 હેલિકોપ્ટર, 2029 ડ્રોન, 18 વોરશીપ અને 5215 અન્ય વાહનને નષ્ટ કરી દીધા છે.
આ પણ વાંચોઃ ભારતે પાકિસ્તાનને ખખડાવી નાખ્યું!, કહ્યું- તમે તો જવાબ માંગવાને પણ નથી લાયક
રશિયન સેનાનો મોટો દાવો:
બુધવારે રશિયાની સેનાએ કહ્યું કે યુદ્ધની શરૂઆત પછી તેમણે યૂક્રેનની 7994 બખ્તર ટેન્ક, વાહન, 4189 તોપ, 1089 MLR, 405 એન્ટી એર સિસ્ટમ, 387 વિમાન,210 હેલિકોપ્ટર, 3222 ડ્રોન અને 8501 અન્ય સૈન્ય વાહનોને નષ્ટ કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube