કરાચી: ડુંગળીના ભાવો પાકિસ્તાનના લોકોને રાતા પાણીએ રડાવી રહ્યાં છે. અહીં તેના ભાવ એક કિલોના 100  રૂપિયા સુધી પહોંચી ગયા છે. પાકિસ્તાનના મીડિયામાં પ્રકાશિત એક અહેવાલમાં કહેવાયું છે કે સંબંધિત વિભાગ અને વ્યાપાર મંત્રાલયની ખોટી નીતિઓના કારણે પાકિસ્તાનમાં ડુંગળીના ભાવ નેવું રૂપિયાથી 100 રૂપિયા સુધી પહોંચી ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિપોર્ટમાં કહેવાયું છે કે વરસાદના  કારણે બલુચિસ્તાન અને સિંધમાં ડુંગળીના પાકને ખુબ નુકસાન થવા છતાં તેની નિકાસ પહેલાની જેમ જ ચાલુ છે. એક બાજુ દેશી ડુંગળી બહાર મોકલવામાં આવી રહી છે જ્યારે સ્થાનિક માગણી પૂરી કરવા માટે અફઘાનિસ્તાન અને ઈરાનની ડુંગળી દેશના બજારોમાં વેચાઈ રહી  હતી. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...