નવી દિલ્હી: દેશ હોય કે વિદેશ આજકાલ બધે ઓનલાઈન શોપિંગનો ક્રેઝ વધી ગયો છે. ઘરનો સામાન હોય કે પછી જરૂરિયાતની કોઈ ચીજવસ્તુ.. બધુ જો ઓનલાઈન મળે છે. ઓનલાઈનના આ ક્રેઝમાં ક્યારેક ગોથું ખાવાનો પણ વારો આવે છે. એવું પણ બને છે કે આપણે જે ઓર્ડર કર્યો હોય તેની જગ્યાએ કઈંક બીજુ આવે છે. આવું જ કઈંક અમેરિકાના કેલિફોર્નિયામાં જોવા મળ્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત જાણે એમ હતી કે હાલમાં જ કેલિફોર્નિયામાં એક કપલે ઓનલાઈન સાઈકલ ઓર્ડર કરી હતી. જ્યારે તેમના ઘરે સાઈકલનું પાર્સલ પહોંચ્યું તો તેમાંથી એક દાઢીવાળી ડ્રેગન ગરોળી નિકળી. પાર્સલ પેકેટમાંથી નિકળેલી ગરોળીને જોઈને કપલ ડરી ગયું. રિપોર્ટ્સનું માનીએ તો આ કપલે સાઈકલ પૌત્રીને ગિફ્ટ કરવા માટે ખરીદી હતી.



રિવરસાઈડ કાઉન્ટી એનિમલ સર્વિસિઝના જણાવ્યાં અનુસાર બ્રમેટે આ સાઈકલ માટે જેવું પેકેટ ખોલ્યું કે તેમાંથી એક મોટી ગરોળી બહાર આવી. પેકેટમાંથી બહાર આવેલી ગરોળી તેના ખભાને જોઈ રહી હતી. આ સમગ્ર ઘટના 6 જૂનની હોવાનું કહેવાય છે. તેમણે કહ્યું કે ગરોળી બહાર નિકળતા જ જોવા લાગી હતી કે તે અચાનક ક્યાં આવી ગઈ.


પાર્સલ પેકેટમાંથી નિકળેલી ગરોળીને સોશિયલ મીડિયા પર ખુબ ઝડપથી શેર કરવામાં આવી રહી છે. કેટલાક લોકો ઓનલાઈન શોપિંગ કંપનીની બેદરકારી ગણાવી રહ્યાં છે. તો કોઈ બીજી વાતો કરી રહ્યાં છે.