નવી દિલ્હીઃ OPEC Plus Cuts Oil Production: કાચા તેલને લઈને ઓપેક અને સહયોગીઓએ (ઓપેક પ્લસ) જે જાહેરાત કરી છે તેનાથી દુનિયાના ઘણા દેશોમાં હાહાકાર મચી શકે છે. હકીકતમાં ઓપેક પ્લસે કહ્યું કે તે તેલના ઉત્પાદનમાં પ્રતિ દિન 20 લાખ બેરલનો ઘટાડો કરશે, જે કોવિડ-19 મહામારીની શરૂઆત બાદ સૌથી મોટો ઘટાડો છે. સીએનએને જણાવ્યું કે મુખ્ય તેલ ઉત્પાદકોના સમૂહ, જેમાં સાઉદી અરબ અને રશિયા સામેલ છે, તેણે માર્ચ 2020 બાદ વ્યક્તિગત રૂપથી પોતાની પ્રથમ બેઠક બાદ ઉત્પાદનમાં ઘટાડાની જાહેરાત કરી છે. આ કમી વૈશ્વિક તેલ માંગના લગભગ 2 ટકાની બરાબર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિપોર્ટ અનુસાર બ્રેન્ટ કાચા તેલની કિંમત 1 ટકા જેટલી વધી લગભગ 93 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ, જેનાથી આ સપ્તાહે તેલ મંત્રીઓની સભા પહેલા લાભ થયો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકી તેલ 1.5 ટકા વધી 87.75 ડોલર થઈ ગયું. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને કહ્યું કે તે ઓપેક પ્લસથી તેલ ઉત્પાદનમાં મોટા ઘટાડાને લઈને ચિંતિત છે. 


તેમણે કહ્યું, મારે તે જોવાની જરૂર છે કે વિગત શું છે. હું ચિંતિત છું, આ બિનજરૂરી છે. ઉત્પાદનમાં ઘટાડો નવેમ્બરમાં શરૂ થશે અને પેટ્રોલિયમ નિર્યાતક દેશોના સંગઠન (ઓપેક) અને તેના સહયોગી ડિસેમ્બરમાં ફરી મળશે. એક નિવેદનમાં સમૂહે કહ્યું કે ઉત્પાદનમાં ઘટાડાનો નિર્ણય વૈશ્વિક આર્થિક અને તેલ બજારના દ્રષ્ટિકોણ સાથે જોડાયેલા અનિશ્ચિતતાને કારણે લેવામાં આવ્યો છે. 


આ પણ વાંચોઃ વર્લ્ડ બેન્કે ઘટાડ્યું ભારતના વિકાસદરનું અનુમાન, 2022-23માં 6.5% રહી શકે છે GDP


જાહેરાત બાદ તેલની કિંમતમાં વધારો
ઓપેક પ્લસની આ જાહેરાત બાદ આંતરરાષ્ટ્રીય સ્તર પર તેલની કિંમતોમાં ઉછાળ આવ્યો છે. તેવામાં માનવામાં આવી રહ્યું છે કે ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સંશોધન હજુ ટળશે. દેશમાં છેલ્લા છ મહિનાથી વાહન ઈંધણની કિંમતમાં ફેરફાર થયો નથી. 


કાચા તેલની કિંમતો હાલમાં યુક્રેન અને રશિયાના યુક્રેન યુદ્ધના પહેલાના સ્તર પર આવી ગઈ છે. હાલના સપ્તાહમાં તેલની કિંમતોમાં ઘટાડાએ ભારતને પોતાના આયાત બિલમાં ઘટાડો કરવાની સાથે-સાથે પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓને થનારા નુકસાનને સીમિત કરવામાં મદદ કરી હતી. 


ઉદ્યોગના સૂત્રોએ કહ્યું કે ઓપેક પ્લસના નિર્ણયથી પહેલા ડીઝલ પર ખોટ લગભગ 30 રૂપિયા પ્રતિ લીટરથી ઘટીને લગભગ 5 રૂપિયા પ્રતિ લીટર રહી ગઈ હતી. જ્યારે તેલ કંપનીઓએ પેટ્રોલમાં થોડો નફો કમાવાનું શરૂ કરી દીધુ હતું. તેમણે કહ્યું કે કાચા તેલની કિંમતોમાં વૃદ્ધિ અને અમેરિકી ડોલરના મુકાબલે રૂપિયો નબળો થવાથી ડીઝલના વેચાણ પર નુકસાન અને પેટ્રોલ પર માર્જિનમાં ઘટાડો થશે. નોંધનીય છે કે ભારત પોતાના કાચા તેલની જરૂરીયાતના 85 ટકા આયાત કરે છે અને આંતરરાષ્ટ્રીય તેલની કિંમતો સીધી દેશમાં ભાવ નક્કી કરે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube