ભારતમાં ક્યાંથી આવી જલેબી? જાણો દેશમાં કઈ રીતે શરૂ થયો જલેબીની મીઠાઈનો ટ્રેન્ડ!
ઘર ઘરમાં જાણીતી અને સ્વાદિષ્ટ મીઠાઈ જલેબી આખરે આવી ક્યાંથી? જાણો કઈ રીતે થયો ભારતમાં પ્રવેશ!
નવી દિલ્હીઃ ભારતમાં કદાચ જ કોઈ વ્યક્તિ એવું હશે જેણે જીવનમાં ક્યારેય જલેબી ના ખાધી હોય. કે પછી જલેબીનું નામ ના સાંભળ્યુ હોય. ભારત સિવાય જલેબી પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઈરાન સહિત તમામ આરબ દેશોમાં ખુબ લોકપ્રિય છે. જોકે જલેબીને ભારતમાં રાષ્ટ્રીય માનવામાં આવે છે, પરંતુ આપને જાણીને હેરાની થશે જલેબી ભારતીય મીઠાઈ છે જ નહીં. આ એક વિદેશી મીઠાઈ છે ભારતના ખુણા ખુણામાં જાણીતી છે.
મોટા ભાગે જલેબીને લોકો સાદી ખાવાનું જ પસંદ કરતા હોય છે પરંતુ લોકો પનીર કે પછી ખોયા સાથે પણ જલેબીને શોખથી ખાય છે. ચોમાસામાં કે પછી શિયાળામાં જલેબી ખાવાની અલગ જ મજા હોય છે. મોટા ભાગે જલેબી સાઈઝમાં નાની હોય છે. પરંતુ મધ્યપ્રદેશના ઈંદોર શહેરમાં 300 ગ્રામ વજનની એક જલેબી મળે છે, આ જલેબી ઈમરતી કહેવાય છે. ઈમરતી બનાવવાની રીતથી લઈને સ્વાદ સુધી બધુ જ જલેબી જેવુ હોય છે. બનાવટમાં થોડો ફરક પડી જાય છે.
કેટલાક લોકોનું માનવુ છે કે જલેબી મૂળ એક અરબી શબ્દ છે. આ મીઠાઈનું અસલ નામ જલાબિયા છે. મધ્યયુગની એક પુસ્તક ‘કિતાબ-અલ-તબીક’માં જલાબિયા નામક મીઠાઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનો ઉદભવ પશ્ચિમ એશિયામાં થયો હતો. ઈરાનમાં જલેબીને જુલાબિયા કે પછી જુલુબિયા નામથી ઓળખાય છે. કહેવામાં આવે છે કે 500 વર્ષ પહેલા તુર્કી આક્રમણકારિયોં સાથે ભારત પહોંચ્યા હતા અને હવે આ મીઠાઈ ભારતની જ ઓળખ બની ગઈ છે.
Alia Bhatt ને પારદર્શક સલવાર પહેરવી પડી ભારે! વરુણ ધવને આલિયાને ઉંચી કરી અને ના થવાનું થઈ ગયું!
Activa મેળવો માત્ર 25 હજારમાં! સાવ મફતના ભાવમાં એક્ટિવા લેવા થઈ રહી છે પડાપડી!
Taarak Mehta ની બબીતાનું આઇટમ સોંગ જોઈ થશે ગલીપચી! બબીતાએ બોલ્ડનેસની બધી જ હદો કરી પાર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube