ઝી મીડિયા/બ્યૂરો :ફિલ્મી જગતમાં આજે સૌની નજર ઓસ્કર વિજેતાઓના નામ પર જ ટકી રહી છે. ગત રાત્રે શરૂ થયેલા '92nd Academy Awards (Oscars 2020)' વિનર્સના નામ જાહેર કરવામાં આવ્યા છે. જ્યાં બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ લોરા ડર્ન અને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ બ્રાડ પિટે જીત્યો છે. તો બીજા નામ પણ સામે આવી રહ્યાં છે. બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ લોરા ડર્નનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યો છે, જેમાં તે એવોર્ડ મેળવીને ઈમોશનલ દેખાઈ રહી છે. તો જોઈ લો કોને કોને ઓસ્કાર એવોર્ડ (Oscar 2020)....


પ્રદર્શનને કારણે બંધ થયેલા શાહીન બાગ રોડ મામલે આજે સુપ્રિમ કોર્ટ કરશે મહત્વની સુનવણી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેસ્ટ સ્ક્રીનપ્લેનો અવોર્ડ કોરિયન ફિલ્મમેકર બોન્ગ જૂન હોને તેમની બહુચર્ચિત ફિલ્મ ‘પેરાસાઈટ’ માટે મળ્યો છે. સાઉથ કોરિયન ફિલ્મ પેરાસાઈટ ‘બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ’નો ઓસ્કર જીતી ચૂકી છે અને ‘બેસ્ટ ફિલ્મ’નો ઓસ્કર જીતવા માટે પ્રબળ દાવેદાર ગણાઈ રહી છે. ‘બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ’ કેટેગરીનું નામ બદલીને આ વર્ષે ‘બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ’ કરવામાં આવ્યું છે. બેસ્ટ ડોક્યુમેન્ટરી, શોર્ટ સબ્જેક્ટ્સનો ખિતાબ પાયા લર્નિંગ ટુ સ્કેટબોર્ડ ઈન એ વોરઝોન (ઈમ યુ આર અ ગર્લ)ને મળ્યો છે. જ્યારે કે, ડોક્યુમેન્ટરી સેન્ટ લૂઈસ સુપરમેનને પણ ઓસ્કારમાં નામાંકન મળ્યું હતું. આ ફિલ્મનું નિર્દેશન ઈન્ડિયન અમેરિકન ફિલ્મમેકર સ્મૃત મુદ્રા અને સમી ખાને કર્યું છે. 


બેસ્ટ સાઉન્ડ મિક્સીંગનો એવોર્ડ ‘1917’ નામની ફિલ્મને...
ટોટલ નોમિનેશન - એડ આસ્ટ્રા, ફોર્ડv ફરારી, જોકર, 1917, વન્સ એપોન એ ટાઈમ ઈન હોલિવુડ


રાશિફળ 10 ફેબ્રુઆરી: 7 રાશિઓને આજે ભાગ્યની સાથે ગ્રહો પણ આપશે સાથ, તમે બધાના વ્હાલા બની રહેશો


બેસ્ટ સાઉન્ડ એડિટીંગ એવોર્ડ ડોનાલ્ડ સિલ્વેસ્ટરને
કુલ નોમિનેશન - ડોનાલ્ડ સિલ્વેસ્ટર (ફોર્ડv ફરારી), એલન રોબર્ટ મરે (જોકર), ઓલિવર ટાર્ને અને રશેન ટાટે (1917), વાયલી સ્ટેટમેન (વન્સ એપોન એ ટાઈમ ઈન હોલિવુડ), મૈથ્યૂ વુડ અને ડેવિડ એકોર્ડ (સ્ટાર વોર્સ - ધ રાઈસ ઓફ સ્કાયવોકર) 


બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો ખિતાબ લોરા ડર્નને મળ્યો
કુલ નોમિનેશન - કૈથી બેટ્સ (રિચર્ડ જ્વેલ), લૌરા ડર્ન (મેરિજ સ્ટોરી), સ્કારલેટ જોનાસન (જોજો રેબિટ), ફ્લોરેન્સ પઘ (લિટલ વુમન), માર્ગોટ રોબી (બોમ્બશેલ)


બેસ્ટર એક્ટર ઈન સપોર્ટિંગ રોલનો એવોર્ડ બ્રાડ પિટને
કુલ નોમિનેશન - ટોમ હૈંક્સ (અ બ્યૂટીફૂલ ડે ઈન નેબરહુડ), એન્થની હોપકિન્સ (ધ ટુ પોપ્સ), અલ પચીનો (ધ આયરિશ મેન), જો પેસ્કી (ધ આયરિશ મેન) અને બ્રાડ પિટ (વન્સ અપોન અ ટાઈમ ઈન હોલિવુડ)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશભરના મહત્વના સમાચાર જોવા માટે કરો ક્લિક