અનામતના વિરોધમાં સળગ્યું બાંગ્લાદેશ, અત્યાર સુધી 105 જેટલા લોકોના મોત, જાણો કેવી છે સ્થિતિ
બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના નેતૃત્વમાં આ વિરોધ પ્રદર્શન મુખ્ય રૂપથી, શેખ હસીનાના નેતૃત્વવાળી સરકારની નોકરી કોટા સિસ્ટમ વિરુદ્ધ છે. આ સિસ્ટમ કેટલાક સમૂહો માટે સરકારી નોકરીનો એક મહત્વપૂર્ણ ભાગ અનામત હાસિલ કરે છે.
ઢાકાઃ પાડોશી દેશ બાંગ્લાદેશમાં અનામત માટેનું આંદોલન એટલું હિંસક બની ગયું છેકે, તેને કાબૂમાં કરવા માટે સરકારે દેશવ્યાપી કર્ફ્યૂ લગાવવો પડ્યો છે.. જી હાં, છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા રમખાણે હિંસક સ્વરૂપણ ધારણ કરી લીધું છે.. પથ્થરમારો, ગોળીબાર, ઠેરઠેર ચક્કાજામ બાદ હવે અનેક જગ્યાએ આગ લગાડવાની ઘટના પણ સામે આવી છે.. એટલું જ નહીં આંદોલનકારીઓએ જેલના સેંકડો કેદીઓને પણ મુક્ત કરાવી દીધા.. અનામતના વિરોધમાં કેમ સળગી રહ્યું છે બાંગ્લાદેશ,, જુઓ આ રિપોર્ટમાં..
જી હાં, બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓનું આંદોલન હિંસક બની ગયું છે.. છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા રમખાણે હિંસક સ્વરૂપણ ધારણ કરી લીધું છે.. પથ્થરમારો, ગોળીબાર, ટીયર ગેસના સેલ છોડવાની ઘટનાઓ બન્યા બાદ હવે જેલમાં આગ ચાંપવાની ઘટના બની છે.. મળતા અહેવાલો મુજબ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓએ નરસિંગડી જિલ્લાની એક જેલની ઈમારતને આંગ લગાવી દીધી છે અને સેંકડો કેદીઓને મુક્ત કરાવ્યા છે..
હોસ્પિટલોમાંથી મળેલી માહિતી અનુસાર, આ અઠવાડિયે વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચેની અથડામણમાં, અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 105 લોકોનાં મોત થયા છે.. આ સિવાય 2,500થી વધુ લોકો ઘાયલ થયા છે. પ્રદર્શનકારીઓએ અનેક ઈમારતોને આગ લગાવી દીધી છે. આ સિવાય પ્રદર્શનકારીઓએ હજારો વાહનો સળગાવ્યા છે. હિંસા અને પ્રદર્શનના કારણે સરકારે દેશભરમાં કર્ફ્યૂ જાહેર કર્યો છે. સરકારે રાજધાની ઢાકામાં કોઈપણ પ્રકારના મેળાવડા પર પણ પ્રતિબંધ મૂક્યો છે..
બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓની આગેવાની હેઠળનો આ વિરોધ મુખ્યત્વે શેખ હસીનાની આગેવાની હેઠળની સરકારની જોબ ક્વોટા સિસ્ટમ વિરુદ્ધ છે.. આ સિસ્ટમ અમુક જૂથો માટે સરકારી નોકરીઓનો નોંધપાત્ર હિસ્સો અનામત રાખે છે..
બાંગ્લાદેશની વર્તમાન ક્વોટા સિસ્ટમ સરકારી નોકરીઓમાં 56 ટકા અનામતની જોગવાઈ કરે છે. જેમાંથી 30 ટકા એકલા પાકિસ્તાન સાથેના 1971ના મુક્તિ સંગ્રામના સ્વાતંત્ર્ય સેનાનીઓના વંશજો માટે આરક્ષિત છે. આ ઉપરાંત, 10 ટકા ક્વોટા પછાત વહીવટી જિલ્લાઓ માટે છે. 10 ટકા મહિલાઓ માટે, 5 ટકા વંશીય લઘુમતી જૂથો માટે અને 1 ટકા વિકલાંગ લોકો માટે અનામત છે. વિદ્યાર્થીઓનો વિરોધ સ્વાતંત્ર્ય સેનાનીઓના વંશજોને 30 ટકા અનામત આપવા માટે છે..
છેલ્લા કેટલાક સપ્તાહથી હિંસક વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે અને હવે પરિસ્થિતિ વધુ ખરાબ થતા ભારતીય વિદ્યાર્થીઓ સ્વદેશ પરત ફરવા માટે મજબૂર બની રહ્યા છે.. વિદ્યાર્થીઓ દ્વારા પરત ફરવા માટે ઉપયોગમાં લેવાતા બે મુખ્ય માર્ગો ત્રિપુરામાં અગરતલા નજીક અખૌરા ખાતેનું આંતરરાષ્ટ્રીય લેન્ડ પોર્ટ અને મેઘાલયમાં ડાવકી ખાતેનું આંતરરાષ્ટ્રીય લેન્ડ પોર્ટ હતું..
ઢાકા, ચિત્તાગોંગ, રંગપુર અને કુમિલા સહિત બાંગ્લાદેશના ઘણા શહેરોમાં લાકડીઓ અને પથ્થરોથી સજ્જ હજારો વિદ્યાર્થીઓની સશસ્ત્ર પોલીસ સાથે હિંસક અથડામણ થઈ હતી.. વિદ્યાર્થીઓનો વિરોધ, પછી આગચંપી અને પથ્થરમારાના કારણે ઢાકા સહિત દેશના ઘણા મોટા શહેરોમાં જનજીવન ઠપ થઈ ગયું છે..
આ વર્ષે જાન્યુઆરીમાં યોજાયેલી સામાન્ય ચૂંટણી પછી આ પહેલીવાર છે જ્યારે દેશમાં આટલા મોટા પાયે પ્રદર્શન થઈ રહ્યા છે.. 1971માં બાંગ્લાદેશને આઝાદી અપાવનાર લોકોના બાળકો પણ આ પ્રદર્શનોમાં સામેલ છે.. લોકોનું કહેવું છે કે હસીના સરકારે એવા લોકોને અનામત આપી છે જેમની આવક વધારે છે..