આ 7 વર્ષના માસૂમ બાળકને મારી નાખવા ધમપછાડા કરી રહ્યું છે તાલિબાન, જાણો કારણ
અફઘાનિસ્તાનના સાત વર્ષના મુર્તઝા અહેમદીની તસવીર તો ખુબ પ્રચલિત થઈ ગઈ છે અને તમે કદાચ જોઈ પણ હશે. લગભગ 3 વર્ષ પહેલા અહેમદીનો એક વીડિયો ખુબ વાઈરલ થયો હતો. વીડિયોમાં આ બાળક વાદળી રંગની પોલીથિનની ટિશર્ટ પહેરીને ફૂટબોલ રમી રહ્યો હતો. ટીશર્ટ પર મેસી લખાયેલુ હતું. આ ટીશર્ટ તેના પિતાએ પૈસાની અછતના કારણે તેનું મન રાખવા તેને પહેરાવી હતી. વીડિયો વાઈરલ થયો તેની અસર એ થઈ કે આર્જેન્ટિનાના ફૂટબોલર લિયોન મેસીએ પણ તે વીડિયો જોયો. ત્યારબાદ મેસીએ યુએનની મદદથી પોતાના નામની એક ટીશર્ટ અને ફૂટબોલ અહેમદી સુધી મોકલ્યા હતાં.
નવી દિલ્હી: અફઘાનિસ્તાનના સાત વર્ષના મુર્તઝા અહેમદીની તસવીર તો ખુબ પ્રચલિત થઈ ગઈ છે અને તમે કદાચ જોઈ પણ હશે. લગભગ 3 વર્ષ પહેલા અહેમદીનો એક વીડિયો ખુબ વાઈરલ થયો હતો. વીડિયોમાં આ બાળક વાદળી રંગની પોલીથિનની ટિશર્ટ પહેરીને ફૂટબોલ રમી રહ્યો હતો. ટીશર્ટ પર મેસી લખાયેલુ હતું. આ ટીશર્ટ તેના પિતાએ પૈસાની અછતના કારણે તેનું મન રાખવા તેને પહેરાવી હતી. વીડિયો વાઈરલ થયો તેની અસર એ થઈ કે આર્જેન્ટિનાના ફૂટબોલર લિયોન મેસીએ પણ તે વીડિયો જોયો. ત્યારબાદ મેસીએ યુએનની મદદથી પોતાના નામની એક ટીશર્ટ અને ફૂટબોલ અહેમદી સુધી મોકલ્યા હતાં.
ઈરાનના રેવોલ્યુશનરી ગાર્ડ્સ પર ફિદાયીન હુમલો, 27 સૈનિકોના મોત
આ અહેમદી માટે આ કોઈ સપનું સાકાર થાય તેવું જ હતું. આ ટીશર્ટ અને ફૂટબોલ પર મેસીએ સહી પણ કરી હતી. તેના લગભગ એક વર્ષ બાદ અહેમદીના જીવનનો સૌથી મોટો દિવસ ત્યારે આવ્યો જ્યારે કતારમાં એક ફ્રેન્ડલી મેચ શરૂ થતા અગાઉ મેસી અને અહેમદીની મુલાકાત મેદાન પર થઈ. આખી દુનિયાએ તે સમયે મેસીને પોતાના સૌથી મોટા અને પ્યારા ફેન સાથે જોયો અને લોકોએ આ માટે તેમને અભિનંદન પણ પાઠવ્યાં. પરંતુ હવે આ નાનો બાળક આતંકી સંગઠન તાલીબાનના નિશાના પર આવી ગયો છે. તાલિબાન તેના માટે લોહી તરસ્યુ બન્યું છે. આ જ ડરના કારણે હવે અહેમદી આ ટીશર્ટને પહેરી શકતો નથી.
તેના બે કારણ છે. પહેલુ તો એ કે તાલિબાન રમતની વિરુદ્ધમાં છે અને બીજું કારણ એ કે અહેમદી મેસીનો ફેન છે. અહેમદીએ સીએનએનને એક દિવસ કહ્યું હતું કે તાલિબાને તેના પરિવારના અનેક સભ્યોને મારી નાખ્યા. તેનું કહેવું હતું કે તાલિબાનના લોકો બધી કારો અને ઘરોની તલાશી લેતા રહ્યાં અને ગોળી મારતા રહ્યાં. તેના જણાવ્યાં મુજબ તાલિબાન ફૂટબોલ રમવાની મંજૂરી આપતું નથી. એટલું જ નહીં તે ઘરની બહાર પણ નીકળી શકતો નથી. તેમના ત્યાં હેવી મશીનગન અને એકે 47 અને રોકેટના અવાજ આવે છે. બધા લોકો ડરના ઓછાયામાં જીવે છે.
અહીં બટાકા, દૂધના ભાવ સાંભળશો તો હોશ ઉડી જશે, કિલો ચોખા માટે થાય છે હત્યા
અહેમદીની માતા શફીફા પણ તાલિબાનથી ખુબ ડરેલી છે. તેનું કહેવું છે કે અહેમદી તેમના નિશાના પર છે. જે દિવસથી તે પ્રખ્યાત થયો છે ત્યારથી તેમના પરિવારની મુશ્કેલીઓ વધી ગઈ છે. બધા લોકોની જેમ તાલિબાન પણ માને છે કે મેસીએ અહેમદીના પરિવારને આર્થિક મદદ કરી છે પરંતુ તે ખોટુ છે. ડરના કારણે શફીફાએ અહેમદીને શાળાએ જતો પણ બંધ કર્યો છે. અહેમદી માટે આખો પરિવાર ડરેલો છે. ખુબ અહેમદી કહે છે કે તેના પિતા તેને માતાની સાથે કોઈ અન્ય સુરક્ષિત જગ્યાએ લઈ જાય. આ ડરના કારણે આખો પરિવાર ગજનીથી કાબુલ આવી ગયો છે. પરંતુ અહેમદીના પિતા તેમને ત્યાં છોડીને પાછા જતા રહ્યાં. ત્યારથી અહેમદીએ તેમને જોયા નથી. અહેમદીને તેમની યાદ આવે છે.
તાલિબાનથી ડરેલી શફીફાએ મેસીને મદદ માટે ગુહાર લગાવી છે. તેઓ દેશ છોડીને સુરક્ષિત જગ્યાએ જવા માંગે છે. જેના કારણે અહેમદીનો જીવ બચી જાય. અહેમદી પણ કહે છે કે તેની માતા તેને બહાર રમવા જવા દેતી નથી. તે મિત્રો સાથે ફક્ત ઘરમાં જ રમે છે. પોતાના હોમટાઉનમાં રહેતા હોવા છતાં તે મેસીની ટીશર્ટ પહેરતો નથી. અહેમદી મેસીની જેમ જ ફૂટબોલમાં નામના મેળવવા માંગે છે.