રોમઃ ઇટલીએ આર્ટિફિસિયલ ઇન્ટેલિજેન્સ સોફ્ટવેર ચેટજીપીટી પર તત્કાલ પ્રભાવથી સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવી દીધો છે. આ યુરોપનો પહેલો દેશ છે, જેણે આ અત્યાધુનિક સોફ્ટવેર પર પ્રતિબંધ લગાવ્યો છે. નવેમ્બર 2022માં ચેટજીપીટીના અસ્તિત્વમાં આવ્યા બાદ તેના પર રશિયા, ચીન, ઈરાન અને ઉત્તર કોરિયા પહેલાથી જ પ્રતિબંધ લગાવી ચુક્યા છે. ચેટજીપીટી સામાન્ય વ્યક્તિની જેમ પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપવામાં સક્ષમ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચેટજીપીટી અને અમેરિકી કંપની વિરુદ્ધ તપાસ
ઇટલીનો ડેટા સંરક્ષિત રાખનારી એજન્સી તરફથી કહેવામાં આવ્યું છે કે તે અમેરિકી સ્ટાર્ટઅપ ઓપએનઆઈ તરફથી વિકસિત સોફ્ટવેર પર પ્રતિબંધ લગાવી રહ્યું છે. અધિકારીઓ તરફથી કહેવામાં આવ્યું છે કે ચેટ જીપીટી અને અમેરિકી કંપની ઓપનએઆઈ વિરુદ્ધ તપાસ ચાલી રહી છે. 


આ પણ વાંચોઃ ભૂકંપથી લઈને સૌર તોફાન સુધી, વર્ષ 2023 માટે સાચી પડી રહી છે બાબા વેંગાની ભવિષ્યવાણી


અમે તપાસ કરી રહ્યા છીએ કે શું અમારા ડેટા પ્રોટેક્શન નિયમોનું ઉલ્લંઘન છે. તેના આદેશમાં, સત્તાવાળાઓ વતી તે હાઇલાઇટ કરવામાં આવ્યું છે કે જે વપરાશકર્તાઓનો ડેટા ઓપન AI દ્વારા એકત્રિત કરવામાં આવે છે તેમને માહિતી પ્રદાન કરવામાં આવતી નથી.


તેનાથી પણ મહત્વપૂર્ણ વાત છે કે પ્લેટફોર્મ પર નિર્ભર એલ્ગોરિધમને પ્રશિક્ષિત કરવા માટે વ્યક્તિગત ડેટાનો મોટા પાયા પર સંગ્રહ અને તેનો ઉપયોગ કરનારનો કોઈ કાયદાકીય આધાર નથી. 


ઇટલીની ડેટા સંરક્ષણ ઓથોરિટીએ કહ્યું કે ઓપનએઆઈને આપવામાં આવેલા આદેશનું પાલન કરવા માટે લાગૂ ઉપાયો વિશે 20 દિવસની અંદર માહિતી આપવી પડશે. આવું ન કરવા પર 20 મિલિયન યૂરો કે કુલ વિશ્વવ્યાપી વાર્ષિક કારોબારના ચાર ટકા સુધીનો દંડ ફટકારી શકાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube