ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં 50 ટકા પરિવાર એવા છે જેમને બે ટંકનું ભોજન પણ મળતું નથી. 40 ટકા બાળકો કુપોષણનો ભોગ બનેલા છે. બલૂચિસ્તાન અને સિંધમાં બાળકોમાં કૂપોષણની સમસ્યા એટલી હદ સુધી છે કે તેમનો પુર્ણ વિકાસ જ નથી થઇ રહ્યો અને જેના કારણે તેમના કદમાં ઘટાડો થઇ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક મહિનાથી ચાલતા રાજકીય કર'નાટક' પર પડદો, યેદિયુરપ્પા બન્યા નવા મુખ્યમંત્રી
પાકિસ્તાનનાં સમાચાર પત્ર એક્સપ્રેસ ન્યૂઝની રિપોર્ટ અનુસાર આ માહિતી રાષ્ટ્રીય પોષણ સર્વેક્ષણ 2018 હેઠળ જાહેર કરવામાં આવી છે. આ સર્વેક્ષણ સમગ્ર પાકિસ્તાનમાં હાથ ધરવામાં આવ્યું હતું. જો કે સર્વેનાં પરિણામ અત્યંત ચોંકાવનારા આવ્યા હતા. સર્વેક્ષણ પરથી સ્પષ્ટ રીતે સાબિત થાય છે કે, પાકિસ્તાનમાં પોષણની સમસ્યા ખુબ જ ચિંતાજનક હદે પહોંચી ગઇ છે. 


ભારતમાં પહેલીવાર જોઇન્ટ વૉર ગેમ, જેસલમેરમાં 8 દેશો વચ્ચે થશે ટક્કર
કુલ 40.2 ટકા બાળકો ગંભીર કુપોષણનો શિકાર
સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે, દેશમાં કુલ 40.2 ટકા બાળકો ગંભીર કુપોષણનો શિકાર છે અને ઉંમરની દ્રષ્ટીએ તેમની લંબાઇ ઓછી છે. જેના કારણે તેમનું શારીરિક તથા માનસિક વિકાસ પ્રભાવિત થયો છે. તેમની સીખવાની ક્ષમતા પર અસર પડી છે. આ સર્વે દેશનાં રાષ્ટ્રીય સ્વાસ્થય સેવા (એનએચએસ) સંબંધ મંત્રાલય દ્વારા કરાવવામાં આવી. 


કર્ણાટક: CM બનતા પહેલા યેદિયુરપ્પાએ પોતાનું નામ જ બદલી નાખ્યું ! જાણો નવું નામ
ISRO ના પૂર્વ વૈજ્ઞાનિક જેમણે સરકારનાં 325 કરોડ રૂપિયા હવામાં ઉડાડી દીધા !
આ સ્વાસ્થયમાં જણાવાયું કે, પાકિસ્તાનનાં 36.9 ટકા પરિવાર ખાદ્ય સુરક્ષાથી ખુબ જ દુર છે અને ખાવા પીવાનાં સામાન સુધી તેની પહોંચ નથી અને જે સામાન મળી પણ રહ્યો છે તે તેમના જરૂરી પોષણ માટે અપુરતો છે. સર્વેક્ષણમાં દેશના ચારેય રાજ્યો અને પાકિસ્તાનનાં કબ્જાવાળા કાશ્મીરનાં 115600 પરિવારોનો સમાવેશ કરવામાં આવ્યો. તેમાં 145324 મહિલાઓ, પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં 76742 બાળકો અને દસથી 19  વર્ષ સુધીનાં 145847 કિશોરોની તપાસ કરવામાં આવી. 


માયાવતીએ પણ આઝમ ખાનની ઝાટકણી કાઢી, કહ્યું- 'ખુબ નિંદનીય, મહિલાઓની માફી માંગો'
કુપોષણનો શિકામાતાઓ નબળા બાળકોને જન્મ આપી રહી છે
સર્વેમાં સામે આવ્યું કે, પાકિસ્તાનમાં માત્ર 48.4 ટકા માતાઓ અને પોતાનાં નવજાત શિશુઓને પોતાનું દુધ પીવડાવે છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું કે, કુપોષણનો શિકાર માતાઓ નબળા બાળકોને જન્મ આપી રહી છે. આ સમસ્યા પર વધારે ધ્યાન આપવાની જરૂર છે. સર્વેમાં સામે આવ્યું કે, દેશમાં 10માંથી 4 બાળકો એવા છે જેની લંબાઇ તેમની ઉંમરના અનુરુપ નથી. તેમ પણ સામે આવ્યું કે, યુવકોને ખોરાક પર યુવતીઓથી વધારે ધ્યાન આપવામાં આવે છે. 


આંખ ઉઘાડતો કિસ્સો...નવજાત બાળકીને દૂધની જગ્યાએ પીવડાવ્યાં 'આ' પીણા, થયું મોત
નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાઇલ્ડ હેલ્થના મુખ્ય પ્રોફેસર જમાલ રજાએ જણાવ્યું કે, યોગ્ય અને સારા ભોજનથી વંચિત બાળકોની સંખ્યા દેશમાં આજે જેટલી છે, તેટલી જ આજે 24 વર્ષ પહેલા પણ હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ સર્વેક્ષણ કરાવવાનો ઇરાદો સમસ્યાની ઓળખ કરી તેના સમાધાન માટે નીતિઓ બનાવવાનું છે.