Car Rally in London: સાત સમુદ્ર પાર સુધી ભારતના લોકસભાની ચૂંટણીની ગુંજ સંભળાઈ રહી છે. વિદેશમાં રહેતા ભારતીયોમાં પણ પીએમ મોદી અને ભાજપની ધૂમ મચી છે. ત્યારે લંડનમાં રહેતા ગુજરાતીઓ દ્વારા એક ખાસ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી યુકે દ્વારા લંડનમાં એક ભવ્ય કાર રેલી નીકળી હતી. આ રેલી કચ્છ લેઉવા પાટીદાર સમાજ પરિસરથી શરૂ થઈને વેમ્બલીમાં સ્વામીનારાયણ મંદિર પર સમાપ્ત થઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેલીમાં 200 થી વધુ કાર સામેલ થઈ હતી. કાર પર ભાજપના ઝંડા લહેરાવાવમાં આવ્યા હતા. આ કાર રેલી પીએમ મોદી અને ભાજપના સમર્થનમાં કાઢવામાં આવી હતી. આ રેલીમાં હૈરોના સાંસદ અને પદ્મશ્રી વિજેતા બોબ બ્લેકમેને જણાવ્યું કે, ભારતીય ચૂંટણી દુનિયાના લોકતંત્ર માટે સૌથી મોટો અભ્યાસ છે. ઼


નશામાં ધૂત કારચાલકે અમદાવાદના રસ્તા પર અકસ્માતોની હારમાળા સર્જી


 


ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદેશ વિદ્યાર્થીઓને માર મરાયો, નમાજ પઢવા મામલે બબાલ