ભારતના ગ્રામીણ વિસ્તારોમાંથી કોરોનાને ભગાડવા માટે પ્રવાસી ભારતીય સમુદાય પડ્યો મેદાને
કોરોના વાયરસ મહામારીની બીજી લહેરમાં ભારતના ગ્રામીણ વિસ્તારોના પ્રભાવિત થવાના કારણે અમેરિકામાં પ્રવાસી ભારતીય ડોક્ટર્સ, વ્યવસાયિકો અને ભારતમાં ચિકિત્સા સમુદાયના લોકોએ અનોખી પહેલ કરી છે.
ન્યૂયોર્ક: કોરોના વાયરસ મહામારીની બીજી લહેરમાં ભારતના ગ્રામીણ વિસ્તારોના પ્રભાવિત થવાના કારણે અમેરિકામાં પ્રવાસી ભારતીય ડોક્ટર્સ, વ્યવસાયિકો અને ભારતમાં ચિકિત્સા સમુદાયના લોકોએ અનોખી પહેલ કરી છે. જેમાં ડિજિટલ માધ્યમથી ગ્રામીણ વિસ્તારના સ્વાસ્થ્યકર્મીઓને કોવિડ-19ની સારવાર અંગે જાણકારી અપાશે અને રિયલ ટાઈમમાં હોસ્પિટલોમાં બેડની સ્થિતિ અંગે જણાવવામાં આવશે. આ સાથે જ રસીને લઈને ભ્રમ દૂર કરવાની પણ કોશિશ કરાશે.
ડોક્ટર્સ અને સ્વાસ્થ્યકર્મીઓને અપાઈ રહી છે ટ્રેનિંગ
અત્રે જણવવાનું કે પ્રોજેક્ટ મદદ પહેલનો હેતુ સ્થાનિક સ્વાસ્થ્યકર્મીઓ અને રજિસ્ટર્ડ ડોક્ટર્સને 'યોગ્ય શિક્ષણ અને તાલીમ' આપવાનો છે. જે ગ્રામીણ ભારતમાં કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે જરૂરી છે.
પ્રોજેક્ટ મદદ કોરોના રોકવામાં કારગર નિવડશે
પ્રોજેક્ટ મદદની ટીમ શરૂઆતમાં તેલંગણા અને આંધ્ર પ્રદેશના ગ્રામીણ વિસ્તારોમાં કાર્યરત રજિસ્ટર્ડ ડોક્ટર્સ સાથે કામ કરી રહી છે અને આશા છે કે તેનો પ્રસાર અન્ય વિસ્તારોમાં ગ્રામીણ સ્વાસ્થ્યકર્મીઓને કોવિડ-19ના લક્ષણોની ઓળખ, હળવા લક્ષણોવાળા દર્દીઓને ઘરમાં જ સારવાર લેવા અને રસીકરણની સલાહ, વધુ દવાઓ ખાવાના જોખમ અને અન્ય યોગ્ય ઉપાયો માટે તાલિમબદ્ધ કરવામાં કરાશે.
COVID Patients નું રસીકરણ રિકવરીના 3 મહિના બાદ જ કેમ? સામે આવ્યું આ મોટું કારણ
આ રીતે શરૂ થઈ પ્રોજેક્ટ મદદની શરૂઆત
પ્રોજેક્ટ મદદને લીડ કરી રહેલા રાજા કાર્તિકેયએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે જ્યારે કોવિડ-19 સંકટની શરૂઆત થઈ તો અમે જાણ્યું કે ગ્રામીણ ભારત પર આપણું ધ્યાન બિલકુલ ગયું નથી. અમેરિકાના ન્યૂયોર્કમાં રહેતા કાર્તિકેયે ઉદાહરણ આપ્યું કે તેલંગણાના કરીમનગરમાં 70થી 80 ટકા સંક્રમિત લોકો ગ્રામીણ વિસ્તારોના છે અને આ ચલણ અન્ય જગ્યાઓમાં પણ જોવા મળી રહ્યું છે.
આ બાજુ મિનિયાપોલીસમાં રહેતા રેડિયોલોજિસ્ટ એક્સપર્ટ ડોક્ટર સુબ્બારાવ ઈનામપુડીએ કહ્યું કે અમારો હેતુ ભારતની મોટાભાગની ગ્રામીણ વસ્તી પર ધ્યાન કેન્દ્રીત કરવાનું છે. અમે ગામડાઓમાં રજિસ્ટર્ડ ડોક્ટર્સને ભારપૂર્વક કહ્યું છે કે 80 ટકા સંક્રમિત સરળતાથી ઠીક થઈ જશે. આપણે વાસ્તવમાં ડરને દૂર કરવાનો છે અને તેમના આ ડરને સતર્કતામાં બદલવાનો છે.
તેમણે કહ્યું કે રસીનો મુખ્ય ભાર ગ્રામીણ ડોક્ટર્સને કોવિડ-19ના હળવા લક્ષણોવાળા કેસોમાં મધ્યમથી ગંભીર બનતા રોકવા માટે તાલીમ આપવાનો છે અને તેમને જણાવવાનું છે કે આવી સ્થિતિ પેદા થાય તો શું કરવું જોઈએ.
(અહેવાલ-સાભાર ભાષા)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube