OXFORD GRADUATE એ વૃદ્ધ માતા-પિતા પાસેથી માંગ્યું જીવનભરનું વળતર? મનને વિચલીત કરી દેશે આ કિસ્સો
ફૈઝ સિદ્દકીના માતા પિતા દુબઈમાં રહે છે. ફૈઝના પિતા જાવેદ 71 વર્ષના છે અને માતા રક્ષંદા 69 વર્ષના છે. આટલી ઉંમર હોવા છતા પણ તેઓ ફૈઝને દર મહિને 1000 હજાર પાઉન્ડ એટલે 1 લાખ રૂપિયા મોકલે છે. તો જાણો કેમ 41 વર્ષનો ઓક્સફર્ડ ગ્રેજુએટ માંગે છે માતા-પિતા પાસેથી પૈસા.
ઝી બ્યૂરો, અમદાવાદઃ બેરોજગારીથી માત્ર દેશના જ નહીં પણ વિદેશના ભણેલા-ગણેલા યુવકો પણ પીડાઈ રહ્યા છે. બેરોજગારીથી જોડાયેલો આવો જ એક મન વિચલીત કરી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. ઓક્સફર્ડ જેવી વિશ્વ વિખ્યાત યુનિવર્સિટીમાં ભણેલા એક 41 વર્ષના યુવકે બેરોજગારીના પગલે પોતાના માતા-પિતા પર જ લીગલ કેસ કરી દિધો છે. 41 વર્ષનો આ બેરોજગાર જીવનભર માટે પોતાના માતા-પિતા પાસેથી વળતરની માંગ કરી રહ્યો છે.
[[{"fid":"313226","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"oxfordphoto1","field_file_image_title_text[und][0][value]":"oxfordphoto1"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"oxfordphoto1","field_file_image_title_text[und][0][value]":"oxfordphoto1"}},"link_text":false,"attributes":{"alt":"oxfordphoto1","title":"oxfordphoto1","class":"media-element file-default","data-delta":"1"}}]]
ફૈઝ સિદ્દકી નામના શખ્સે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ડિગ્રી હાંસલ કરી છે. સાથે જ તેણે વકિલાતની ટ્રેનિંગ પણ લીધી છે. તેમ છતા પણ ફૈઝ બેરોજગાર છે. ફૈઝનું કહેવું છે કે તેને આર્થિક મદદની જરૂર છે. ફૈઝે કારણ આપ્યું છે કે તેનું સ્વાસ્થય બાળપણથી જ ખરાબ છે. જેના કારણે તેના ભણતર અને જીવન પર તેની અસર ખૂબ જ ખરાબ પડી છે. સાથે જ ફૈઝ એવું પણ કહે છે કે જો તેના માતા-પિતા એની મદદ નહીં કરે તો તેના માનવઅધિકારનો ઉલ્લંઘન ગણાશે.
WHATSAPP ની આ નવી પોલિસી 15 મે પહેલા સ્વીકારી લો, નહીં તો એકાઉન્ટ થઈ જશે બંધ
ફૈઝ સિદ્દકીના માતા પિતા દુબઈમાં રહે છે. ફૈઝના પિતા જાવેદ 71 વર્ષના છે અને માતા રક્ષંદા 69 વર્ષના છે. આટલી ઉંમર હોવા છતા પણ તેઓ ફૈઝને દર મહિને 1000 હજાર પાઉન્ડ એટલે 1 લાખ રૂપિયા મોકલે છે. તો જાણો કેમ 41 વર્ષનો ઓક્સફર્ડ ગ્રેજુએટ માંગે છે માતા-પિતા પાસેથી પૈસા. માત્ર આટલું જ નહીં પણ ફૈઝના માતા-પિતા તેનો બીજો ખર્ચો તેમજ તેના બિલો પણ ભરે છે. ફૈઝના માતા-પિતાનો લંડનમાં એક ફ્લેટ છે. જેમાં ફૈઝ છેલ્લા 20 વર્ષથી રહે છે. જે ફ્લેટની કિંમત 1 મિલિયન પાઉન્ડ એટલે કે 1 કરોજ રૂપિયાથી પણ વધારે છે.
WEIGHT LOSS: વજન ઘટાડવાના ચક્કરમાં ક્યારેય ન કરતા આ 9 ભૂલો, નહીં તો બકરું કાઢતા પેસી જશે ઊંટ...
પોતાના દિકરાની માંગથી હવે તેના માતા-પિતા કંટાળ્યા છે. ફૈઝના માતા-પિતાના વકિલ મુજબ ફૈઝ છેલ્લા ઘણા વર્ષોથી ફાલતુ માંગો કરી રહ્યા છે. પરંતુ, હવે તેના માતા-પિતા કંટાળ્યા છે અને આગળ આવું નથી કરવા માંગતા. પણ ફૈઝ તો પોતાના દરેક ખર્ચા માટે માતા-પિતા પર જ નિર્ભર છે.
ફૈઝે આવો અજીબો-ગરીબ પહેલીવાર નથી કર્યો તેણે અગાઉ ઓક્સફોર્ડ યુનિવર્સિટી પર પણ કેસ કર્યો હતો. ફૈઝ ઓક્સફર્ડ પર કેસ કર્યો હતો કે ત્યાં ભણતરનું સ્તર સારૂ નથી અને જેના કારણે તેનું અમેરિકાની લો કોલેજમાં એડમિશન ના થઈ શકયું. ફૈઝે ઓક્સફોર્ડ પાસેથી 1 મિલિયન પાઉન્ડના વળતરની માંગ કરી હતી. પણ કોર્ટે ફૈઝના કેસને ખારીજ કર્યો હતો.