India સાથે સંબંધ સુધારવા આતુર બન્યું છે પાકિસ્તાન, આ નિવેદનથી દુનિયા પણ ચોંકી
પાકિસ્તાન હવે સારી પેઠે સમજી ગયું છે કે ભારત સાથે વેર રાખીને તેણે ફક્ત નુકસાન જ ભોગવવું પડશે. આથી તે સતત સારા સંબંધોના રાગ આલાપી રહ્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન અને સેના પ્રમુખ કમર જાવેદ બાજવા બાદ હવે પાક ઉચ્ચાયોગના વરિષ્ઠ રાજનયિક આફતાબ હસન ખાને પણ ભારત સાથે સંબંધ સુધારવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આફતાબે કહ્યું કે અમે ભારત સાથે સારા સંબંધ ઈચ્છીએ છીએ. બંને દેશોએ તમામ મુદ્દાઓને વાતચીત દ્વારા ઉકેલવા જોઈએ.
નવી દિલ્હી: પાકિસ્તાન હવે સારી પેઠે સમજી ગયું છે કે ભારત સાથે વેર રાખીને તેણે ફક્ત નુકસાન જ ભોગવવું પડશે. આથી તે સતત સારા સંબંધોના રાગ આલાપી રહ્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન અને સેના પ્રમુખ કમર જાવેદ બાજવા બાદ હવે પાક ઉચ્ચાયોગના વરિષ્ઠ રાજનયિક આફતાબ હસન ખાને પણ ભારત સાથે સંબંધ સુધારવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આફતાબે કહ્યું કે અમે ભારત સાથે સારા સંબંધ ઈચ્છીએ છીએ. બંને દેશોએ તમામ મુદ્દાઓને વાતચીત દ્વારા ઉકેલવા જોઈએ.
યુદ્ધ વિશે વિચારવાનું છોડે
પાકિસ્તાન ઉચ્ચાયોગમાં પાકિસ્તાન દિવસ સમારોહના અવસરે મિશનના પ્રમુખ આફતાબ હસન ખાને કહ્યું કે બંને દેશોએ યુદ્ધ વિશે વિચારવાની જગ્યાએ પોતાના દેશની ગરીબી અને નિરક્ષરતાને મીટાવવા માટે કામ કરવું જોઈએ. તેમણે કહ્યું કે પાકિસ્તાન, ભારત સહિત પોતાના પાડોશી દેશો સાથે સારા સંબંધ ઈચ્છે છે અને તે શાંતિ થાય તો જ શક્ય છે. આપણે તકરારની જગ્યાએ મેળ બેસાડીને તમામ મુદ્દાઓનો ઉકેલ લાવવો જોઈએ.
કાશ્મીર રાગ આલાપવાનો ન ભૂલ્યા
જો કે આફતાબ હસન ખાન કાશ્મીર રાગ આલાપવાનો પણ ન ભૂલ્યા. તેમણે કહ્યું કે સતત શાંતિ અને સ્થિરતા માટે જરૂરી છે કે આપણે વાતચીત દ્વારા દ્વિપક્ષીય મુદ્દાઓનો ઉકેલ લાવીએ. ખાસ કરીને જમ્મુ અને કાશ્મીરના મુખ્ય મુદ્દાને, જે ખુબ જરૂરી પણ છે અને છેલ્લા 70 વર્ષથી પેન્ડિંગ છે. પાકિસ્તાની રાજનયિકનું આ નિવેદન દર્શાવે છે કે ઈમરાન ખાન સરકાર ભારત સાથે સંબંધ સારા રાખવા માટે આતુર છે. આ અગાઉ પણ અનેક અવસરે પાકિસ્તાની નેતા આ વિષયમાં નિવેદનો આપી ચૂક્યા છે.
નરમ પડ્યા પાકિસ્તાનના તેવર
છેલ્લા કેટલાક દિવસથી પાકિસ્તાનના તેવરમાં નરમી જોવા મળી છે. આ નરમીને કોઈ મોટા ફેરફારના સંકેત તરીકે પણ જોવાઈ રહી છે. ગત મહિને ભારત અને પાકિસ્તાનના સૈન્ય પ્રમુખોએ 2003ના સંઘર્ષવિરામ કરારની બહાલી કરવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. આ ઉપરાંત ઈમરાન ખાનના શ્રીલંકાના પ્રવાસ માટે ભારતે પોતાની વાયુ સરહદ ખુલ્લી મૂકી હતી અને ઈમરાન ખાન કોરોના સંક્રમિત થયા ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના જલદી સાજા થવાની પણ કામના કરી જે દર્શાવે છે કે બંને દેશ સંબંધ સુધારવાની દિશામાં આગળ વધી રહ્યા છે.
UAE કરે છે મધ્યસ્થતા?
આ બાજુ બ્લુમબર્ગના એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે ભારત-પાકિસ્તાન વચ્ચે હાલ ઘણું બધુ ચાલી રહ્યું છે અને આવનારા દિવસોમાં કઈક મોટા પગલાંની જાહેરાત થઈ શકે છે. રિપોર્ટમાં કહેવાયું છે કે બંને દેશોના સંબંધો પાટા પર લાવવા માટે સંયુક્ત આરબ અમીરાત મધ્યસ્થતાની ભૂમિકા ભજવી રહ્યું છે. બંને દેશો વચ્ચે કારોબાર પહેલાની જેમ શરૂ થઈ શકે છે.
Glasgow study: તાવ-શરદી સારા કારણ કે જો તમારા શરીરમાં આ વાયરસ હશે તો કોરોના કશું બગાડી શકશે નહીં!
વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube