બિશ્કેક: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું કે ભારત સાથે તેમના દેશના સંબંધ કદાચ તેના સૌથી ખરાબ દોરમાંથી પસાર થઈ રહ્યાં છે. જો કે તેમણે આશા વ્યક્ત કરી કે તેમના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદી કાશ્મીર સહિત તમામ મતભેદોનો ઉકેલ  લાવવા માટે પોતાના 'પ્રચંડ જનાદેશ'નો ઉપયોગ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈમરાન ખાન અને પીએમ નરેન્દ્ર મોદી બે દિવસના શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) માટે કિર્ગિઝ ગણરાજ્યની રાજધાની બિશ્કેકમાં છે. બિશ્કેક માટે રવાના થતા પહેલા રશિયન સમાચાર એજન્સી સ્પુતનિકને આપેલા ઈન્ટરવ્યુમાં ઈમરાન ખાને કહ્યું કે એસસીઓ સંમેલને તેમને બંને પાડોશી દેશો વચ્ચે સંબંધોને વધુ સારા બનાવવા માટે ભારતીય નેતૃત્વ સાથે વાત કરવાની તક આપી છે. 


SCO Summit:એક છત નીચે આવેલા PM મોદી અને ઇમરાન, ન નજર મળી ન હાથ


SCO સંમેલને નવો મંચ આપ્યો છે
ઈમરાન ખાને કહ્યું કે એસસીઓ સંમેલને પાકિસ્તાનને ભારત સહિત અન્ય દેશોની સાથે પોતાના સંબંધો વિક્સિત કરવા માટે એક નવો મંચ આપ્યો છે. તેમણે કહ્યું કે હાલ ભારત સાથે અમારા દ્વિપક્ષીય સંબંધ કદાચ પોતાના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યાં છે. 


ખાને કહ્યું કે પાકિસ્તાન કોઈ પણ પ્રકારની મધ્યસ્થતા માટે તૈયાર છે અને પોતાના તમામ પાડોશીઓ, ખાસ કરીને ભારત સાથે શાંતિની આશા રાખે છે. તેમણે કહ્યું કે ત્રણ નાના યુદ્ધોએ બંને દેશોને એ હદે નુકસાન પહોંચાડ્યું છે કે તેઓ હજુ પણ ગરીબીના ભરડામાં ફસાયેલા છે. 


નોંધનીય છે કે ભારતીય વિદેશ મંત્રાલયે ગત અઠવાડિયે કહ્યું હતું કે એસસીઓ સંમેલન સિવાય નરેન્દ્ર મોદી અને તેમના પાકિસ્તાની સમકક્ષ ઈમરાન ખાન વચ્ચે કોઈ પણ પ્રકારની દ્વિપક્ષીય બેઠકની યોજના નથી. આ બાજુ ખાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બેવાર પત્ર લખીને તમામ મુદ્દાઓ પર સંવાદ બહાલ કરવાની અપીલ કરી છે. 


VIDEO: PM મોદીની પુતિન સાથે મુલાકાત, રશિયા તરફથી મળેલા સન્માન માટે આભાર વ્યક્ત કર્યો


મોદીએ ગુરુવારે અત્રે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે પોતાની વાર્તા દરમિયાન સરહદ પારથી પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે ભારત વાર્તા બહાલ કરવા માટે આતંક મુક્ત માહોલ બનાવવાના હેતુથી પાકિસ્તાન દ્વારા નક્કર કાર્યવાહી થાય તેવી આશા રાખે છે. 


મુખ્ય ભાર શાંતિ બહાલ કરવા પર હોવું જોઈએ
ઈમરાન ખાને કહ્યું કે મુખ્ય ભાર શાંતિ બહાલ કરવા ઉપર હોવું જોઈએ અને વાર્તા દ્વારા મતભેદો દૂર કરવા પર હોવું જોઈએ. તેમણે કહ્યું કે "ભારતની સાથે અમારો મુખ્ય મતભેદ કાશ્મીર (મુદ્દો) છે. અને જો બંને દેશ નિર્ણય લે તો આ મુદ્દાનો ઉકેલ આવી શકે છે. પરંતુ દુર્ભાગ્યથી અમને (આ મામલે) ભારત તરફથી વધુ સફળતા મળી નથી."


ખાને કહ્યું કે "પરંતુ અમે આશા રાખીએ છીએ કે હાલના વડાપ્રધાન (મોદી) પાસે પ્રચંડ જનાદેશ છે, અમે આશા રાખીએ છીએ કે તેઓ વધુ સારા સંબંધ વિક્સિત કરવા અને ઉપમહાદ્વીપમાં શાંતિ જાળવવા માટે તેનો ઉપયોગ કરશે."


તેમણે કહ્યું કે તેમનું માનવું છે કે પૈસાનો ઉપયોગ લોકોને ગરીબીના ભરડામાંથી બહાર કાઢવા માટે થવો જોઈએ. તેમણે ચીનનું ઉદાહરણ આપતા કહ્યું કે તેણે પોતાના લાખો લોકોને ગરીબીની નાગચૂડમાંથી બહાર કાઢ્યાં છે. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...