ICJમાં પાકિસ્તાનના વકીલે કરી સ્પષ્ટ વાત, કાશ્મીર મુદ્દો કોર્ટમાં લઈ જઈ શકાય નહીં, કેમ કે....
આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં પાકિસ્તાનના વકીલ તરીકે કાર્યરત ખાવર કુરેશીએ એક ટીવી શોમાં પેનલ ચર્ચા દરમિયાન સ્પષ્ટપણે જણાવ્યું કે, પાકિસ્તાન પાસે કાશ્મીર સાથે સંબંધિત દાવાઓ માટે કોઈ મહત્વના પૂરાવા નથી
નવી દિલ્હીઃ કાશ્મીરમાંથી કલમ 360 નાબુદ થયા પછી હવાતિયાં મારી રહેલુંપાકિસ્તાન હવે ઘાટીમાં માનવાધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું હોવાના રોદણાં દુનિયા સમક્ષ રડી રહ્યું છે. જોકે આ મુદ્દે તે કંઈ કરી શકે એમ નથી. આંતરરાષ્ટ્રીય અદલાતમાં પાકિસ્તાન તરફી રજુઆત કરતા વકીલે પોતે જ સ્વીકાર્યું છે કે, પાકિસ્તાન પાસે કાશ્મીરમાં માનવાધિકારોનું ઉલ્લંઘન થયી રહ્યા હોવાના દાવા સંબંધિત પાકા પુરાવા નથી.
આંતરરાષ્ટ્રીય અદાલતમાં પાકિસ્તાનના વકીલ તરીકે કાર્યરત ખાવર કુરેશીએ એક ટીવી શોમાં પેનલ ચર્ચા દરમિયાન
સ્પષ્ટપણે જણાવ્યું કે, પાકિસ્તાન પાસે કાશ્મીર સાથે સંબંધિત દાવાઓ માટે કોઈ મહત્વના પૂરાવા નથી. આ પુરાવાના અભાવમાં પાકિસ્તાન આ મુદ્દાને આઈસીજેમાં લઈ જઈ શકે એમ નથી. ખાવર કુરેશીએ જણાવ્યું કે, કાશ્મીરનો મુદ્દો એ ભારતની આંતરિક બાબત છે.
જીવન રક્ષક દવાની અછત બાદ ભારત સામે નમ્યુ પાકિસ્તાન, લીધો આ મોટો નિર્ણય
ઉલ્લેખનીય છે કે, કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાના હેતુ સાથે પાકિસ્તાન ચીનની મદદથી આ મુદ્દાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ઢસડી ગયું હતું. આ બેઠકમાં પણ ચીન સિવાય તમામ કાયમી સભ્યોએ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો અને સાથે જ સ્પષ્ટપણે જણાવી દીધું હતું કે, જમ્મુ-કાશ્મીર એ ભારતની આંતરિક બાબત છે અને બંને દેશ વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો છે. તેને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ સાથે કોઈ જ સંબંધ નથી.
ત્યાર પછી પણ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી માંડીને અનેક દેશોના દરવાજા ખટખટાવ્યા હતા, પરંતુ તેમને ક્યાંયથી પણ સમર્થન મળ્યું ન હતું. તાજેતરમાં જ યોજાયેલા G7 સંમેલનમાં પણ બધા જ દેશોએ સ્પષ્ટપણે જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીર એ ભારતની આંતરિક બાબત છે.
જુઓ LIVE TV....