ઈસ્લામાબાદ: પાકિસ્તાની મીડિયામાં વડાપ્રધાન ઈમરાન ખાનના પત્ની બુશરા બીબી અંગે એકથી એક ચોંકાવનારા દાવા થઈ રહ્યાં છે. પાકિસ્તાનમાં અંધવિશ્વાસ એ હદે ફાલી રહ્યો છે કે બુશરા પાસે 2 જિન હોવાના દાવા બાદ હવે નવો દાવો થઈ રહ્યો છે કે બુશરા બીબીનો ચહેરો અરીસામાં દેખાતો નથી. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ કેપિટલ ટીવી નામની એક પાકિસ્તાની ચેનલે પોતાના રિપોર્ટમાં પીએમ ઓફિસમાં હાઉસ સ્ટાફના હવાલે આ દાવો કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રમ્પનું ભેજુ ફેરવી નાખવા ઈમરાન ખાને લીધો 'કાળા જાદુ'નો સહારો? PAK મીડિયામાં ખુબ ચર્ચા


કેપિટલ ટીવીએ વડાપ્રધાનની ઓફિસમાં કામ કરતા હાઉસ સ્ટાફના હવાલે દાવો કર્યો છે કે ખાતૂન એ અવ્વલ એટલે કે પાકિસ્તાનના ફર્સ્ટ લેડી બુશરા બીબીની તસવીર અરીસામાં જોવા મળતી નથી. અત્રે જણાવવાનું કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 74માં સત્રમાં ભાગ લેવા માટે ન્યૂ યોર્ક રવાના થતા પહેલા ઈમરાન ખાને પત્ની બુશરા બીબી સાથે સાઉદી અરબમાં ઉમરા કર્યો હતો. તે વખતે બુશરા પગથી લઈને માથા સુધી ઢંકાયેલા હતાં. બુશરા બીબીએ ઈમરાન ખાન સાથે તેઓ વડાપ્રધાન બન્યાં તેના લગભગ 6  મહિના પહેલા જ લગ્ન કર્યા હતાં. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...