હિનાએ પાક.ને દેખાડ્યો અરીસો, કહ્યું- વાટકો લઇને ભીખ માગવા કરતા સારૂ છે, ‘ભારત જોડે મિત્રતા કરી લો’
પાકિસ્તાનની પ્રથમ મહિલા વિદેશ મંત્રી (2011-13) રહેલી હિનાએ કહ્યું કે પાતિસ્તાનના સૌથી મહત્વપૂર્ણ સંબંધ અમેરિકાની જગ્યાએ અફગાનિસ્તાન, ભારત, ઇરાન અને ચીનની સાથે હોવા જોઇએ.
લાહોર: પાકિસ્તાનની પૂર્વ વિદેશ મંત્રી હિના રબ્બાની ખારે કહ્યું કે તેમના દેશની આર્થિક, રાજકીય અથવા સૈન્ય રીતથી અમેરિકા પર આશ્રય દેશ રહેવા કરતા ભારત અને અન્ય પડોસી દેશોની સાથે સંબંધ મજબૂત કરવા જોઇએ. હિનાએ શનિવારે ‘થિંક ફેસ્ટ’માં અમેરિકા-પાકિસ્તાનના સંબંધો પર કહ્યું કે પાકિસ્તાને હમેશા જ પોતાને એક સંપૂર્ણ રાજકીય ભાગીદાર હોવાની કલ્પના કરી છે. જે દૂરની વાત છે. ડોનમાં રવિવારે આવેલા એક સમાચાર અનુસાર, પૂર્વ વિદેશ મંત્રીએ કહ્યું કે પાકિસ્તાન પોતાના બે હાથમાં ભીખ માગવાનું પાત્ર રાખી સન્માન હાંસલ કરી શકશે નહીં.
વધુમાં વાંચો: ચીનની યુક્તિઓ પર નજર રાખવાની કરી તૈયારી, સરકારે બોર્ડર પર કર્યું આ પ્લાનિંગ
પાકિસ્તાનની પ્રથમ મહિલા વિદેશ મંત્રી (2011-13) રહેલી હિનાએ કહ્યું કે પાતિસ્તાનના સૌથી મહત્વપૂર્ણ સંબંધ અમેરિકાની જગ્યાએ અફગાનિસ્તાન, ભારત, ઇરાન અને ચીનની સાથે હોવા જોઇએ. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં તેને જેટલું મહત્વ આપવામાં આવ્યું છે તેટલા મહત્વનો અમેરિકા હકદાર નથી, કેમ કે આપણી અર્થવ્યવસ્થા અમેરિકાના સહયોગ પર નિર્ભર નથી. જેવું વ્યાપકપણે માનવામાં આવે છે.
વધુમાં વાંચો: પાકિસ્તાનનો બદલાયો મૂડ, હવે વિદેશી એન્જિનથી ચાલશે અલ ખાલિદ ટેંક-2
ઉલ્લેખનિય છે કે કાર્યકાળ દરમિયાન અલકાયદા પ્રમુખ ઓસામા બિન લાદેન પાકિસ્તાનના એબટાબાદમાં મે 2011માં એક અમેરિકી સૈન્ય અભિયાનમાં માર્યો ગયો હતો. હિનાએ કહ્યું કે પાકિસ્તાને અમેરિકા પાસે વધારે આશા રાખવી જોઇએ નહીં. તેમણે આ પણ કહ્યું કે, પાકિસ્તાનને અલબત્ત અફગાન યુદ્ધથી બહાર થઇ જવું જોઇએ. 17 વર્ષથી ચાલી રહેલા આ યુદ્ધમાં પાકિસ્તાનને સૌથી વધુ નુકસાન ઉઠાવવું પડ્યું છે.
વધુમાં વાંચો: ઉદ્ધવ ઠાકરેએ PM મોદીને આપ્યો પડકાર, ‘છે હિમ્મત તો રામ મંદિર બનાવો’
પાકિસ્તાનની પૂર્વ વિદેશ મંત્રી હિના રબ્બાની ખારનું મોટુ નિવેદન, ‘ભારતથી યુદ્ધ કરી કાશ્મીર નહીં જીતી શકે પાકિસ્તાન’
તમને જણાવી દઇએ કે હિનાનું આ પ્રકારનું નિવેદન કોઇ પહેલી વખત સામે આવ્યું નથી. આ પહેલા પણ ઘણી વખત ભારત અને પાકિસ્તાનના સંબંધો પર બોલી ચુકી છે. તેમણે આ પહેલા કાશ્મીર પર પાકિસ્તાનને અરીસો દેખાડતા કહ્યું હતું કે, પાકિસ્તાન ભારત સાથે યુદ્ધ કરી કાશ્મીર જીતી શકશે નહીં. આ મુદ્દાનો ઉકેલ પરસ્પરના વિશ્વાસનો માહોલ બનાવીને કરી શકાય છે.
વધુમાં વાંચો: સવર્ણોને 10 ટકા અનામત આપનાર પહેલુ રાજ્ય બનશે ગુજરાત, જાણો ક્યારથી થશે લાગું
પાક ન્યૂઝ ચેનલને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ખારે કહ્યું હતું કે, મારુ માનવું છે કે પાકિસ્તાન યુદ્ધ લડીને કાશ્મીર હાંસલ કરી શકશે નહીં. જો અમે એવું નથી કરી શકતા તો માત્ર વાતચીતનો વિકલ્પ વધે છે. તેમણે કહ્યું કે પરસ્પર વાતચીત જ એકમાત્ર માર્ગ છે જેનાથી તમે તમારા સંબંધોને સારા બનાવી શકો છો અને પરસ્પર એકબીજાનો વિશ્વાસ બનાવી શકો છો. કાશ્મીર જેવા નાજુક મુદ્દા પર વાતચીત સતત કરવામાં આવી તો સમાધાન સુધી પહોંચી શકીએ છે.
(ઇનપુટ: ભાષા)