ઇસ્લામાબાદ : પાકિસ્તાન દ્વારા છેલ્લા  દિવસોથી ચાલી રહેલા ફાયરિંગ અને બોમ્બાર્ડિંગથી જમ્મુ કાશ્મીરનાં સરહદી વિસ્તારમાં દહેશતનું વાતાવરણ છે. શનિવાર સુધી પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા સીઝફાયર ઉલ્લંઘનની કરતુતોનાં કારણે 9 લોકોનાં જીવ જઇ ચુક્યા છે, તેમાં 4 જવાન અને 5 સ્થાનીક નાગરિકોનો પણ સમાવેશ થાય છે. તેમ છતા પણ પાકિસ્તાન દ્વારા લાજવાનાં બદલે ગાજવાનું ચાલુ કર્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શનિવારે ઇસ્લામાબાદે ભારતનાં ડેપ્યુટી હાઇ કમિશ્નર જે.પી સિંહની ઝાટકણી કાઢી હતી. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે ભારતને જવાબદાર ઠેરવતા દાવો કર્યો કે ભારતીય સેનાએ શનિવારે નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સીમા પર સતત ગોળીબાર કર્યો હતો જેમાં એક વૃદ્ધ મહિલા અને બે યુવતીઓનાં મોત થઇ ચુક્યા છે. અગાઉ શુક્રવારે ડેપ્યુટી હાઇ કમિશ્નરને પાકિસ્તાની વિદેશ કાર્યાલયે સીમા પાર ગોળીબારમાં નાગરિકોનાં મૃત્યુ અને ઘાયલ થવા અંગે ઝાટકણી કાઢી હતી.


પાકિસ્તાન અને ભારતે વર્ષ 2003માં નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સીમા પર સંઘર્ષવિરામ જાહેર કર્યો હતો. જો કે બંન્ને સતત એક બીજા પર સંઘર્ષ વિરામ ઉલ્લંઘનના આરોપો લગાવતા રહે છે. પાકિસ્તાને ભારતનાં ડેપ્યુટી હાઇ કમિશ્નર જે.પી સિંહને સતત ચોથીવાર આ અંગેનો અહેવાલ માંગ્યો છે. પાકિસ્તાને આરોપ લગાવ્યો કે, ભારતીય સેના મોર્ટાર અને ઓટોમેટિક હથિયારોથી નિયંત્રણ રેખા અને કાર્યકારી સીમા પર વસ્તીવાળા વિસ્તારોમાં સતત હૂમલાઓ કરી રહ્યું છે. પાકિસ્તાન વિદેશ કાર્યાલયે અગાઉ 15,18 અને 19 જાન્યુઆરીએ પણ સિંહને તલબ કર્યા હતા.


પાકિસ્તાન બેશર્મીની હદ પાર કરી રહ્યું છે અને રહેણાંક  વિસ્તારો પર ગોળીબાાર કરી રહ્યું છે. સીમા પર રહેલા ગ્રામ્ય વિસ્તારોનાં લોકોને સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. અધિકારીઓનાં અનુસાર જમ્મુ, કઠુઆ, રાજોરી અને પુંછ જિલ્લામાં સીમા પરની શાળાઓને બંધ કરી દેવામાં આવી છે. આ વિસ્તારમાં સીમા નજીક 100થી વધારે શાળાઓ આવેલી છે.