ઈમરાનની થશે હકાલપટ્ટી!, PAK સેનાની 111 બ્રિગેડનો જ કેમ તખ્તાપલટમાં થયો છે ઉપયોગ?
જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદથી કાશ્મીર મુદ્દે પાકિસ્તાન આતંરરાષ્ટ્રીય પટલ પર ઊંધે માથે પછડાયું છે. સંયુક્ત રાષ્ટ્રમાં પણ નિષ્ફળતા સાંપડી છે. યુએનમાં ઈમરાન ખાનના નબળા પ્રદર્શન બાદ પાકિસ્તાન પર નજર રાખી રહેલા વિશ્લેષકો માની રહ્યાં છે કે ત્યાંની સેના પાકિસ્તાનના વડાપ્રધાનથી ખુશ નથી. આમ પણ પાકિસ્તાનમાં વિદેશ નીતિ અને ખાસ કરીને કાશ્મીર મુદ્દે સેનાની ભૂમિકા જ નિર્ણાયક હોય છે. કાશ્મીર પર ઈમરાન ખાન સરકારની આંતરરાષ્ટ્રીય પટલ પર કારમી હાર અને ખરાબ અર્થવ્યવસ્થાને કારણે એવું માનવામાં આવી રહ્યું છે કે પડદા પાછળ અદ્રશ્ય શક્તિ બની બેઠેલી પાકિસ્તાનની સેના હવે ફરી એકવાર સામે જોવા મળી રહી છે.
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદથી કાશ્મીર મુદ્દે પાકિસ્તાન આતંરરાષ્ટ્રીય પટલ પર ઊંધે માથે પછડાયું છે. સંયુક્ત રાષ્ટ્રમાં પણ નિષ્ફળતા સાંપડી છે. યુએનમાં ઈમરાન ખાનના નબળા પ્રદર્શન બાદ પાકિસ્તાન પર નજર રાખી રહેલા વિશ્લેષકો માની રહ્યાં છે કે ત્યાંની સેના પાકિસ્તાનના વડાપ્રધાનથી ખુશ નથી. આમ પણ પાકિસ્તાનમાં વિદેશ નીતિ અને ખાસ કરીને કાશ્મીર મુદ્દે સેનાની ભૂમિકા જ નિર્ણાયક હોય છે. કાશ્મીર પર ઈમરાન ખાન સરકારની આંતરરાષ્ટ્રીય પટલ પર કારમી હાર અને ખરાબ અર્થવ્યવસ્થાને કારણે એવું માનવામાં આવી રહ્યું છે કે પડદા પાછળ અદ્રશ્ય શક્તિ બની બેઠેલી પાકિસ્તાનની સેના હવે ફરી એકવાર સામે જોવા મળી રહી છે.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાગ લીધા બાદ ઈમરાન ખાન પાકિસ્તાન પાછા ફર્યા ત્યારપછી જે બે મહત્વના ઘટનાક્રમ થયા તેનાથી આ સમગ્ર વાતને સમર્થન મળે છે. પહેલી વાત એ કે પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ સેનાની 111 બ્રિગેડની તમામ રજાઓ રદ કરી દીધી છે. બીજી વાત એ કે જનરલ બાજવાએ પાકિસ્તાનના મોટા ઊદ્યોગપતિઓ સાથે ગુપ્ત બેઠક યોજી હતી. આ બે ઘટનાક્રમને જોતા પાકિસ્તાનમાં એકવાર ફરીથી તખ્તાપલટની આશંકા સેવાઈ રહી છે. આવું એટલા માટે પણ માનવામાં આવી રહ્યું છે કારણ કે પાકિસ્તાનમાં હંમેશાથી તખ્તાપલટ માટે લગભગ 111 બ્રિગેડનો જ ઉપયોગ થતો આવ્યો છે.
111 બ્રિગેડ (111 Brigade)
પાકિસ્તાનની સેનાની 111 બ્રિગેડ રાવલપિંડીમાં તૈનાત રહે છે અને તે પાકિસ્તાની સેનાના હેડક્વાર્ટરની ગેરિસન બ્રિગેડ છે. આ બ્રિગેડનો ઉપયોગ અગાઉ થયેલા લગભગ દરેક સૈન્ય તખ્તાપલટમાં થયો છે. આથી આ બ્રિગેડને તખ્તાપલટ બ્રિગેડ પણ કહે છે. તખ્તાપલટ માટે આ બ્રિગેડનો પહેલવાર ઉપયોગ 1958માં થયો હતો. જ્યારે પાકિસ્તાનના તત્કાલિન સેના પ્રમુખ જનરલ અયુબ ખાને ત્યાંના તત્કાલિન રાષ્ટ્રપતિ ઈસ્કંદર મિર્ઝાને તેમના પદેથી હટાવ્યાં હતાં અને સત્તા પર કબ્જો જમાવ્યો હતો. આ ઉપરાંત વર્ષ 1969, 1977 અને 1999માં પણ તખ્તાપલટ માટે પાકિસ્તાની સેનાએ પોતાની આ જ બ્રિગેડનો ઉપયોગ કર્યો હતો. આ બ્રિગેડ રાવલપિંડીમાં તૈનાત છે. રાવલપિંડીથી ઈસ્લામાબાદનું અંતર ફક્ત 21 કિમી છે. આથી ખુબ ઓછા સમયમાં ઈસ્લામાબાદ પહોંચી શકે છે અને તખ્તાપલટની કાર્યવાહીને અંજામ આપી શકે છે.
જુઓ LIVE TV