નવી દિલ્હી: પાકિસ્તાનના ક્વેટાના હજારીગંજ વિસ્તારમાં આવેલા એક શાક માર્કેટમાં આજે સવારે ભીષણ વિસ્ફોટ થયો. આ વિસ્ફોટમાં 16 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. પાકિસ્તાની મીડિયા Dawnના જણાવ્યાં મુજબ ડીઆઈજી અબ્દુલ રજ્જાક ચીમાએ મૃતકોની સંખ્યાની પુષ્ટિ કરી છે અને જણાવ્યું કે આ વિસ્ફોટ હજારા સમુદાયના લોકોને નિશાન બનાવવા માટે કરાયો હતો. 


સૂજેલી આંખ લઈને આવેલી મહિલાનું ચેક અપ કરતા ડોક્ટરોના હાજા ગગડી ગયા, જુઓ VIDEO


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમગ્ર વિસ્તારને કરાયો સીઝ
વિસ્ફોટની જાણકારી મળતા જ ઘટનાસ્થળે પહોંચેલા બચાવ દળ, પોલીસ અને ફ્રન્ટિયર કોરના સભ્યોએ રાહત કામ શરૂ કરી દીધુ છે. સુરક્ષા કારણોસર પ્રશાસનિક અધિકારીઓએ સમગ્ર વિસ્તારને બંધ કરી દીધો છે. આ સાથે જ ઘટનાસ્થળે કોઈની પણ અવરજવર પર પ્રતિબંધ લગાવ્યો છે. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...