ભારતના `રૂસ્તમ-2`થી પાકિસ્તાન ગભરાયું, મીડિયા સાથે વાતચીતમાં વ્યક્ત કરી `ચિંતા`
પાકિસ્તાને ભારત દ્વારા અત્યાધુનિક ડ્રોન ટેક્નોલોજી વિક્સીત કરવા બદલ બુધવારે ચિંતા વ્યક્ત કરી અને તેને ચિંતાજનક ગણાવી.
ઈસ્લામાબાદ: પાકિસ્તાને ભારત દ્વારા અત્યાધુનિક ડ્રોન ટેક્નોલોજી વિક્સીત કરવા બદલ બુધવારે ચિંતા વ્યક્ત કરી અને તેને ચિંતાજનક ગણાવી. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે સાપ્તાહિક સંવાદદાતા સંમેલનમાં ભારતના રૂસ્તમ-2ને લઈને કરવામાં આવેલા સવાલનો જવાબ આપ્યો હતો. રૂસ્તમ-2ને અમેરિકી પ્રીડેટર ડ્રોનની જેમ નિગરાણી તેમજ ટોહ લેવાના ઉદ્દેશ્યથી વિક્સિત કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે જ્યારે તેને પરંપરાગત અને બિન પરંપરાગત ક્ષેત્રોમાં તેના દ્વારા નિર્માણ અને સૈન્ય ક્ષમતાઓના વિસ્તારના સંદર્ભમાં જોવામાં આવે છે ત્યારે, ભારત દ્વારા ડ્રોન ટેક્નોલોજી વિકસાવવી એ ચિંતાજનક છે.
તેમણે કહ્યું કે ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ સયુંક્ત રાષ્ટ્ર ચાર્ટરના સિદ્ધાંતો, આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા અને કોઈ પણ જવાબદાર દેશના વ્યવહારના અન્ય સ્થાપિત નિયમો મુજબ હોવો જોઈએ. તેમણે ઈન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યુસર્સ એસોસિએશન (આઈએમપીપીએ) દ્વારા પાકિસ્તાનના અભિનેતાઓ અને કલાકારો પર પ્રતિબંધ યથાવત રાખવાના નિર્ણયની પણ આલોચના કરી અને તેને ભારતમાં વ્યાપ્ત અતિવાદ અને પાકિસ્તાન વિરોધી પૂર્વાગ્રહનું વધુ એક ઉદાહરણ ગણાવ્યું.
ભારતમાં વધતી અસહિષ્ણુતા પર ચિંતા વ્યક્ત કરી
ફૈઝલે કહ્યું કે કલાકારો પર પ્રતિબંધ મૂકાયા બાદ અન્ય અનેક ફેસલા આવ્યાં જેમાં "પાકિસ્તાની શ્રદ્ધાળુઓને વિઝા ન આપવા, સિખ ધર્માવલંબિયો તથા કટાસરાજ જનારા શ્રદ્ધાળુઓને સમ્મિલિત થવાની મંજૂરી ન આપવી તથા ખેલ મેચોને રદ કરવી એ ભારતમાં વધતી અસહિષ્ણુતા અને વ્યાપક પૂર્વાગ્રહને દર્શાવે છે." એવો સવાલ કરવામાં આવ્યો કે શું પાકિસ્તાન અને ભારતના વિદેશ સચિવોના અફઘાનિસ્તાનમાં કાબુલ પ્રોસેસ હેઠળ મુલાકત સંભવ છે તો તેમણે કહ્યું કે એવી કોઈ બેઠકની પરિકલ્પના કરાઈ નથી. ભારતીય મીડિયામાં આવેલા અહેવાલ અંગે જ્યારે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે આવનારા દિવસોમાં ભારતના વિદેશ સચિવ પાકિસ્તાનનો પ્રવાસ કરી શકે છે. તેમણે કહ્યું કે મને આવા કોઈ પણ પ્રવાસની જાણકારી નથી.
ભારતના સંઘર્ષવિરામનો જવાબ આપી રહ્યું છે પાકિસ્તાન
ભારત અને પાકિસ્તાન દ્વારા વૃદ્ધ, માનસિક રીતે બિમાર અને મહિલા કેદીઓના આદાન પ્રદાન સંબંધીત સમજૂતીની યોજના અંગે પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં ફૈઝલે કહ્યું કે પ્રસ્તાવ પર ગૃહ મંત્રાલય વિચાર કરી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે નિયંત્રણ રેખા અને કામકાજી સીમા પર ભારતના આક્રમક વલણનો માત્ર પાકિસ્તાન ઉપર જ નહીં પરંતુ સમગ્ર ક્ષેત્રમાં પ્રભાવ પડી રહ્યો છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન ભારતના સંઘર્ષવિરામ ભંગનો જડબાતોડ જવાબ આપી રહ્યું છે. તેમણે કહ્યું કે ભારતની પાકિસ્તાન પર પાયાવિહોણા આરોપ લગાવવાની પ્રવૃત્તિ છે.