Video: પાકિસ્તાનમાં ક્રેશ થયું F-16 વિમાન, પરેડ માટે ચાલી રહ્યું હતું રિહર્સલ
હજુ તે જાણકારી મળી નથી કે લડાકુ વિમાન કઈ પરિસ્થિતિઓમાં દુર્ઘટનાગ્રસ્ત થયું છે. ઘટનાની તપાસ માટે એક બોર્ડ ઓફ ઇન્ક્વાયરી બનાવવામાં આવી છે.
ઇસ્લામાબાદઃ પાકિસ્તાન એરફોર્સનું એક F-16 વિમાન ઇસ્લામાબાદની પાસે શકરપારિયાંમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. 23 માર્ચે યોજાનારી પાકિસ્તાન ડેની પરેડ માટે આ લડાકુ વિમાન રિહર્સલ કરી રહ્યું હતું. દુર્ઘટનામાં વિમાનના પાયલોટનું મોત થઈ ગયું છે. વિમાન દુર્ઘટનાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.
હજુ તે જાણકારી મળી નથી કે લડાકુ વિમાન કઈ પરિસ્થિતિઓમાં દુર્ઘટનાગ્રસ્ત થયું છે. ઘટનાની તપાસ માટે એક બોર્ડ ઓફ ઇન્ક્વાયરી બનાવવામાં આવી છે. એફ-16 વિમાન અમેરિકામાં બનેલું છે. અમેરિકાએ એક સમજુતી હેઠળ પાકિસ્તાનને આ વિમાન સોંપ્યા હતા.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube