પાકિસ્તાને મંગળવારે પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં તાલિબાનના અનેક ઠેકાણાને ટાર્ગેટ કરીને હવાઈ હુમલા કર્યા છે. એવું કહેવાય છે કે આ હુમલામાં લગભગ 25-30 લોકો માર્યા ગયા છે. આ સાથે જ તાલિબાનના અનેક ટ્રેનિંગ સેન્ટર્સ પણ તબાહ કર્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે હુમલો પાકિસ્તાનની સરહદ નજીક પક્તિકા રાજ્યના એક પહાડી વિસ્તારમાં કરવામાં આવ્યા. ખામા પ્રેસના રિપોર્ટ મુજબ 24 ડિસેમ્બરની રાતે થયેલા હુમલામાં લમાન સહિત સાત ગામોને નિશાન બનાવવામાં આવ્યા, જ્યાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થયા હોવાના પણ રિપોર્ટ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અફઘાનિસ્તાને બદલો લેવાની કસમ ખાધી
સ્થાનિક સૂત્રોનો દાવો છે કે બોમ્બવર્ષા માટે પાકિસ્તાની જેટ જવાબદાર હતા. રિપોર્ટ્સથી સંકેત મળે છે કે બરમાલમાં મુર્ગ બજાર ગામ નષ્ટ થઈ ગયું. જેનાથી માનવીય સંકટ વધી ગયું. હવાઈ હુમલાઓમાં મોટી સંખ્યામાં નાગરિકોને નુકસાન પહોંચ્યું છે અને મોટી તબાહી જોવા મળી છે. જેનાથી વિસ્તારમાં તણાવ વધી ગયો છે. તાલિબાનના રક્ષા મંત્રાલયે બરમાલ, પક્તિકા પર હવાઈ હુમલા બાદ જવાબી કાર્યવાહીની કસમ ખાધી છે. મંત્રાલયે કહ્યું કે પોતાની જમીન અને સંપ્રભુતાની રક્ષા કરવી એ તેમનો હક છે અને હુમલાની નિંદા કરતા દાવો કર્યો કે ટાર્ગટે કરાયેલા લોકોમાં 'વજીરિસ્તાની શરણાર્થી' સામેલ હતા.



પાકિસ્તાને ક્યા કર્યો હુમલો
જોકે પાકિસ્તાની ઓફિસરોએ અધિકૃત રીતે હવાઈ હુમલાની પુષ્ટિ કરી નથી. પરંતુ સેનાના નીકટના સુરક્ષા સૂત્રોએ સૂચન આપ્યું કે  હવાઈ હુમલા સરહદ પાસે તાલિબાનના ઠેકાણાઓને નિશાન બનાવીને કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. હુમલો ખાસ કરીને અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની આતંકીઓની હાજરીને ધ્યાનમાં રાખીને કરાયો છે. રિપોર્ટ મુજબ પાકિસ્તાની તાલિબાન કે તહરીક એ તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)એ હાલના મહિનાઓમાં પાકિસ્તાની ફોર્સીસ પર પોતાના હુમલા વધાર્યા છે. પાકિસ્તાને અફઘાન તાલિબાન પર આ આતંકીઓને શરણ આપવાનો આરોપ લગાવ્યો છે. 



25-30 લોકોના મોત
તાલિબાન રક્ષા મંત્રાલયના પ્રવક્તા ઈનાયતુલ્લા ખ્વારજમીએ પાકિસ્તાની દાવાઓને ફગાવ્યા અ એક્સ પર પોસ્ટ કરી કે હવાઈ હુમલામાં નાગરિકો વધુ, મોટાભાગે વજીરિસ્તાની શરણાર્થી માર્યા ગયા. ખ્વારજમીએ કહ્યું કે હુમલામાં અનેક બાળકો અને અન્ય નાગરિકો શહીદ અને ઘાયલ થયા. જો કે જાનમાલના નુકસાનમાં કોઈ અધિકૃત સંખ્યા હાલ જણાવવામાં નથી આવી. સૂત્રોએ જણાવ્યું કે મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછી 25-30 લાશો મળી છે. આ ઉપરાંત પણ લોકોની શોધ ચાલુ છે.