ઇસ્લામાબાદ : પાકિસ્તાને માનવીય આધાર પર 360 ભારતીય કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાનની જેલમાં પુરાયેલા આ કેદીઓ પોતાની સજા કાપી ચુક્યા છે. આ ભારતીય કેદીઓ આગામી સોમવારથી છોડવામાં આવશે. પાકિસ્તાનનાં વિદેશ વિભાગના પ્રવક્તા ડૉ. મોહમ્મદ ફૈઝલે કહ્યું કે, પાકિસ્તાનની જેલમાં 537 ભારતીય કેદીઓ સજા કાપી રહ્યા છે. તેમાંથી 483 માછીમારો છે. જેમને મુક્ત કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યારે વિદ્યાર્થીનીએ રાહુલને પુછ્યું કે, શું તમારા સિક્સ પેક એબ્સ છે? આ જવાબ મળ્યો

ઇસ્લામાબાદમાં મીડિયા સાથેની વાતચીત દરમિયાન પાકિસ્તાની પ્રવક્તા ફૈસલે કહ્યું કે, આગામી મંગળવારે 100 ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવશે. માછીમારોની બીજી બેચને 15 એપ્રીલે છોડવામાં આવશે. ત્યાર બાદ 22 એપ્રીલે વધારે 100 માછીમારોને મુક્ત કરવામાં આવશે. ડૉ. મોહમ્મદ ફૈઝલે કહ્યું કે, 5 માછીમારો સહિત 60 ભારતીય નાગરિકોની અંતિમ બેચને 29 એપ્રીલે છોડવામાં આવશે. તેમણે કહ્યું કે, ભારતીય જેલોમાં 347 પાકિસ્તાની કેદીઓ બંધ છે. જેમાં 98 પાકિસ્તાની માછીમાર છે. તેમણે આશા વ્યક્ત કરી કે હવે ભારત પણ પાકિસ્તાની કેદીઓને મુક્ત કરીને સૌહાર્દપુર્ણ વાતાવરણ સર્જવાની પાકિસ્તાનનાં પ્રયાસમાં મદદ કરશે. 

જો કે આ સાથે જ પાકિસ્તાની પ્રવક્તાએ ભારત દ્વારા કરતારપુર કોરિડોર મુદ્દે યોજાનારી બેઠક ટળવા અંગે પણ ખેદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમણે દાવો કર્યો કે, આ પ્રકારની બેઠકથી ભારત અને પાકિસ્તાન શાંતિના રસ્તે આગળ વધશે. આ દરમિયાન પાકિસ્તાની વિદેશ વિભાગના પ્રવક્તાએ ફરીથી જણાવ્યું કે, પાકિસ્તાન ગુરૂનાનકની 550મી પુણ્યતિથી પ્રસંગે કરતારપુર કોરિડોરનું કામ પોતાનાં તરફથી કરી લેશે.