ઇસ્લામાબાદ : આતંકવાદને પોષતા પાકિસ્તાનને પોતાને જ હવે આતંકવાદ ભારે પડી રહ્યો છે. હાલ પાકિસ્તાનનાં ગ્વાદરની એક 5 સ્ટાર હોટલમાં ગોળીબારના અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યું છે. મળતી માહિતી અનુસાર હોટલમાં ત્રણથી ચાર બંધુકધારીઓ ઘુસી આવ્યા છે. ગ્વાદરનાં સ્ટેશન હાઉસ ઓફીસર (SHO)અસલમ બંગુલજઇએ માહિતી આપી છે. સ્થાનિક મીડિયા અનુસાર સુરક્ષાદલોએ હોટલને ઘેરી લીધી છે અને ફાયરિંગ ચાલી રહ્યું છે. હોટલની આસપાસ ગોળીબારના અવાજો સંભળાઇ રહ્યા છે. 


ભાઇ બહેન બંન્ને વિકાસ મુદ્દે અમારા કાર્યકર્તા સાથે ચર્ચા માટે સમર્થ નહી: ગિરિરાજસિંહ

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસે જણાવ્યું કે, સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ફાયરિંગ ચાલી રહ્યું છે. બલુચિસ્તાન સરકારનાં પ્રવક્તા જરૂર બલેદીએ જણાવ્યું કે, હોટલમાં ઘુસેલા આતંકવાદીઓની પાસે હેંડ ગ્રેનેડ પણ હોવાની આશંકા છે. તેમણે જણાવ્યું કે, હોટલમાં પહેલાથી હાજર લોકોને સુરક્ષીત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે. 


સિદ્ધુએ PMને કહ્યા 'કાળા અંગ્રેજ', ભાજપે કહ્યું ઇટાલિયન રંગ પર આટલુ અભિમાન સારુ નહી
ભાજપ એક ભયંકર ફાસિસ્ટ રાજનીતિક દળ છે: મમતા બેનર્જીનો પ્રહાર
પોલીસના અનુસાર હુમલો શનિવારે સાંજે આશરે 04.50 વાગ્યે થયો જ્યારે ચાર બંધુકધરી હોટલમાં ઘુસી ગયા. હોટલમાં ફાયરિંગ ચાલી રહ્યું છે. જો કે તેમાં હજી સુધી કોઇ જાનમાલનાં નુકસાનની માહિતી નથી. હોટલમાં અનેક વિદેશી નાગરિકો હોવાની કોઇ માહિતી નથી. આ હોટલનું નામ પર્લ કોન્ટિનેંટલ છે જે બલુચિસ્તાનનાં કોહ એ બાટિલ હિલ પર આવેલ છે. આ હોટલમાં ગ્વાદર પોર્ટના કારણે અનેક મોટા વ્યાપારીઓ અને વિદેશી નાગરિકોની આવન જાવન રહે છે.