ઇસ્લામાબાદઃ ભ્રષ્ટાચારના મુદ્દા પર ઘેરાયેલી ઇમરાન ખાન સરકારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. બુધવારે પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ ઇમરાન ખાન સાથે મુલાકાત કરી છે. મુલાકાત બાદ તે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પાકિસ્તાની સેના ફરી મોટું પગલું ભરી શકે છે. ઇમરાન ખાન અને બાજવા વચ્ચે બેઠક પ્રધાનમંત્રી ઓફિસમાં થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાસ્તવમાં પાકિસ્તાનના વિપક્ષી દળોએ ભ્રષ્ટાચારને અંકુશમાં લેવામાં અસમર્થતા માટે ઈમરાન ખાન સરકારને ભીંસમાં મુકી છે. બેઠક અંગે જારી કરાયેલા સંક્ષિપ્ત સત્તાવાર નિવેદન અનુસાર, બેઠકમાં પાકિસ્તાની સેના સાથે સંબંધિત વ્યવસાયિક બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. જો કે આ અંગે કોઈ વિગતો આપવામાં આવી નથી.


આ પણ વાંચોઃ જો બાઇડેને રશિયાને આપી ચેતવણી, યૂક્રેનમાં દાખલ થવા પર ભોગવવા પડશે ગંભીર પરિણામ


ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં પાકિસ્તાનમાં ભ્રષ્ટાચારના મામલામાં વધારો થયા બાદ આ બેઠક થઈ છે. રિપોર્ટ અનુસાર, ભ્રષ્ટાચાર વિરોધી વોચડોગના 2021ના અહેવાલમાં દેશ 16 સ્થાન ઘટીને 140 સ્થાને આવી ગયું છે. રિપોર્ટ સામે આવ્યા બાદ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની જવાબદારી અને આંતરિક સલાહકાર શહઝાદ અકબરે સોમવારે રાજીનામું આપી દીધું હતું. શહજાદના રાજીનામા પર વિપક્ષે કહ્યું કે તેઓ વિપક્ષને ભ્રષ્ટાચારના મામલામાં ફસાવવામાં નિષ્ફળ રહ્યા હતા, જેના પછી તેમણે આ પગલું ભર્યું હતું. વિરોધ પક્ષોએ અકબરનું રાજીનામું ગણાવ્યું અને ભ્રષ્ટાચારનો સામનો કરવામાં ખાનની નિષ્ફળતાની નિશાની ગણાવી અને તેમના રાજીનામાની માંગણી કરી.


ઇમરાન ખાન સરકાર પર દબાણ કરવા માટે, લગભગ એક ડઝન વિરોધ પક્ષોના ગઠબંધન, પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ (PDM) એ 23 માર્ચે રાષ્ટ્રવ્યાપી વિરોધ શરૂ કરવાની જાહેરાત કરી, જેથી તેમને રાજીનામું આપવા અને નવી ચૂંટણીઓ કરાવવાની ફરજ પાડી શકાય. ઈમરાન ખાને વિપક્ષના આરોપોને ફગાવી દીધા હતા. આ સાથે જ ઈમરાને ચેતવણી આપી છે કે જો તેઓ સત્તા પરથી હટશે તો તે વધુ ખતરનાક સાબિત થશે.


આ પણ વાંચોઃ પોતાની જાતને 'વર્જિન' ગણાવવા માટે અહીં ખુલ્લેઆમ થાય છે 'વર્જિનિટી સર્જરી', હવે ચાલ્યો સરકારનો દંડો


મહત્વનું છે કે પાકિસ્તાન સેના ત્યાંની સત્તાને પરોક્ષ રીતે નિયંત્રિત કરે છે. પાકિસ્તાન બન્યાના 73થી વધુ વર્ષોમાં અડધા સમય સુધી ત્યાં સેનાનું શાસન રહ્યુ છે. સેના ત્યાંની સુરક્ષા અને વિદેશ નીતિના મામલામાં ખુબ શક્તિનો પ્રયોગ કરે છે. આ કારણ છે કે વિપક્ષ તરફથી ઘેર્યા બાદ સેના પ્રમુખે ઇમરાન ખાન સાથે બેઠક કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube