લાહોર(પાકિસ્તાન): પાકિસ્તાનમાં આજે બુધવારે ફરી એક મોટો આતંકવાદી હુમલો થયો છે. લાહોરમાં આવેલી દક્ષિણ એશિયાની સૌથી મોટી દરગાહોમાંની એક એવી દાતા દરબાર દરગાહની બહાર થયેલા આતંકવાદી હુમલામાં 8 લોકોનાં મોત થયા છે અને 24થી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર છે. જેમાં 3 પોલીસ કર્મચારી શહીદ થયા છે. પ્રાથમિક માહિતી મુજબ પંજાબ પોલીસની એલાઈટ ફોર્સના વાહનને નિશાન બનાવીને હુમલો કરાયો છે. પાકિસ્તાનમાં સક્રિય તાલિબાને આ હુમલાની જવાબદારી લીધી છે. 


પ્રાથમિક સમાચાર મુજબ દાતા દરબાર દરગાહના ગેટ નંબર-2ની બહાર પાર્ક થયેલા બે પોલીસ વાહનની નજીકમાં આ વિસ્ફોટ થયો હતો. શહેરના એસપી સૈયદ ઘાઝનપર શાહે જણાવ્યું કે, આ હુમલામાં 24થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાંથી 8ની હાલત ગંભીર છે, જેમને મેયો હોસ્પિટલમાં ખસેડાયા છે. આ હુમલામાં 5નાં મોત થયા છે, જેમાં 3 પોલીસ કર્મચારી પણ શહીદ થયા છે. 


દુનિયાના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....