ઇસ્લામાબાદઃ પાકિસ્તાનથી એક મોટા બોમ્બ ધમાકાના સમાચાર સામે આવ્યા છે. આ બ્લાસ્ટ ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના બાજોરમાં થયો છે. પોલીસે જિયો ન્યૂઝને જણાવ્યું કે રવિવારે બાજોરના ખારમાં જમીયત ઉમેલા-એ-ઇસ્લામ-ફઝલ (જેયૂઆઈ-એફ) ના કાર્યક્રમ સંમેલનમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 35 લોકોના મોત થયા છે. પોલીસે જણાવ્યું કે 150 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે અને મોટી સંખ્યામાં ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પાકિસ્તાની ન્યૂઝ વેબસાઇટ જિયો ન્યૂઝનો એક કેમેરામેન પણ ઈજાગ્રસ્ત થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમાચાર પ્રમાણે વિસ્ફોટ સંમેલની અંદર થયો અને સુરક્ષા એજન્સીઓએ આ વિસ્તારમાં ઘેરાબંધી કરી છે. સોશિયલ મીડિયા પર બ્લાસ્ટ બાદના વીડિયો અને તસવીરો શેર કરવામાં આવી રહી છે. ઈજાગ્રસ્તો અને મૃત્યુ પામનારની સંખ્યા વધી શકે છે. જેયૂઆઈએફના વરિષ્ઠ નેતા હાફિઝ હમદુલ્લાએ પાકિસ્તાન ન્યૂઝ ચેનલ SAMAA ટીવી સાથે વાત કરતા સરકારને ઈજાગ્રસ્તો માટે ઈમરજન્સી ચિકિત્સા ઉપલબ્ધ કરાવવાની અપીલ કરી છે. 


આ પણ વાંચોઃ China: ચીનમાં લોકો જોડે નોકરી નથી, પૈસા નથી! છતાં કોન્ડોમ લેવા કેમ થાય છે પડાપડી?


'આ જેહાદ નથી, આ આતંકવાદ છે'
JUIF નેતાએ કહ્યું, 'આ જેહાદ નથી. આ આતંકવાદ છે. તેમણે કહ્યું કે, આ પહેલો વિસ્ફોટ નથી જેમાં JUI-Fના કાર્યકર્તાઓ પર હુમલો કરવામાં આવ્યો હોય. તેમણે બાજૌરમાં અગાઉ થયેલા વિસ્ફોટો અંગે સરકારી સંસ્થાઓના વલણ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. હમદુલ્લાએ સરકારને વિસ્ફોટ પર ધ્યાન આપવા અને ઘટનાની ન્યાયિક તપાસ કરાવવાની અપીલ કરી છે. હાલમાં એ જાણી શકાયું નથી કે આ બ્લાસ્ટ પ્લાન્ટેડ બોમ્બથી થયો હતો કે પછી તે આત્મઘાતી બ્લાસ્ટ હતો.


પાકિસ્તાનમાં આતંકવાદ વધી રહ્યો છે
આ વર્ષે પાકિસ્તાનમાં ઘણા વિસ્ફોટ થયા છે, જેમાંથી મોટાભાગના આત્મઘાતી વિસ્ફોટ હતા. છેલ્લા કેટલાક વિસ્ફોટો શિયા મસ્જિદને નિશાન બનાવીને કરવામાં આવ્યા હતા. કાબુલમાં તાલિબાન શાસન બાદ TTP જેવા આતંકવાદી સંગઠનો ફરી એકવાર પાકિસ્તાનમાં સક્રિય થયા છે. આ જ કારણ છે કે પાકિસ્તાનમાં આતંકવાદી હુમલા અને વિસ્ફોટોમાં ઘણો વધારો થયો છે. ટીટીપીએ સરકાર સાથેનો તેનો યુદ્ધવિરામ પણ ખતમ કરી દીધો છે, જેના કારણે આવનારા સમયમાં વધુ ઘાતક હુમલાનું જોખમ વધી ગયું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube