પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં બાજૌર જિલ્લામાં ખાર તહસીલમાં જે બ્લાસ્ટ થયો તેનો વીડિયો પણ સામે આવ્યો છે. બ્લાસ્ટ બાદનો આ વીડિયો હચમચાવી નાખે તેવો છે. જમીયત ઉલેા ઈસ્લામ ફઝરના સંમેલન દરમિયાન લોકો ભેગા થયા હતા. મંચ પરથી પાર્ટીના એક નેતાનું ભાષણ થઈ રહ્યું હતું. આ સાથે ભીડમાં પોતાના નેતા માટે જિંદાબાદના નારા પણ લાગી રહ્યા હતા. એટલામાં મંચ પરથી હજરત મૌલાના અબ્દુલ રશીદ સાહેબ...જિંદાબાદ, જિંદાબાદ...


વિસ્ફોટ થતા જ ધૂમાડાના ગોટેગોટા
આ વિસ્ફોટ બરાબર એ સમયે થયો જ્યારે ભીડ પોતાના નેતાના જિંદાબાદના નારા લગાવી રહી હતી. એક પળમાં માહોલ માતમમાં ફેરવાઈ ગયો. વિસ્ફોટ બાદ સમગ્ર સભાસ્થળ પર ધૂમાડો છવાઈ ગયો. કોઈ કશું સમજી શક્યા નહીં અને જ્યારે ધૂમાડો હટ્યો તો લોકોના મૃતદેહો પડ્યા હતા. આ ઘટના બાદ ઘટનાસ્થળે હડકંપ મચી ગયો. લોકો પોતાના જીવ બચાવવા માટે ભાગદોડ કરવા લાગ્યા હતા. ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા. અધિકારીઓનું કહેવું છે કે આ ધડાકામાં મૃતકોની સંખ્યા વધી શકે છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube