Pakistab bus fire death toll: પાકિસ્તાનમાં મોટી દુર્ઘટના ઘટી છે. પંજાબ પ્રાંતમાં થયેલા આ અકસ્માતમાં કરાચીથી ઈસ્લામાબાદ જઈ રહેલી એક બસની પિકઅપ વાન સાથે ટક્કર થઈ જતા આગ લાગી જેમાં 16થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. કરાચીથી ઈસ્લામાબાદ જઈ રહેલી આ બસમાં દુર્ઘટના ઘટી તે સમયે 40થી વધુ લોકો સવાર હોવાનું કહેવાય છે. દુર્ઘટનાગ્રસ્ત બસની તસવીર પણ સામેલ આવી છે જેમાંથી આગના ગોટેગોટા બહાર નીકળી રહ્યા છે. આ અક્સમાતમાં 7 લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસનું નિવેદન
પોલીસના જણાવ્યાં મુજબ જે બસમાં આગ લાગી તે રાજધાની ઈસ્લામાબાદથી કરાચીના રસ્તે હતી. રાહત અને બચાવકાર્ય અભિયાનમાં લાગેલી ટીમના જણાવ્યાં મુજબ આ દર્દનાક અકસ્માત એ સમયે થયો જ્યારે બસ પિંડી ભટ્ટિયા પાસે પહોંચી અને અહીં બસ આગની જવાળામાં લપેટાઈ ગઈ. આગ એટલી ભયાનક હતી કે ગણતરીની પળોમાં આખી બસ કબાડમાં ફેરવાઈ ગઈ. 



પોલીસના જણાવ્યાં મુજબ બસ પૂરપાટ ઝડપે આગળ વધી રહી હતી ત્યારે અચાનક તેની ટક્કર પિકઅપ વાન સાથે થઈ. આ વેનમાં વધુ પ્રમાણમાં ડીઝલ ભરેલું હતું. જેના કારણે ટક્કર થતા જ પળભરમાં બસમાં ભીષણ આગ લાગી ગઈ. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટનાસ્થળે અનેક લોકોના મોત થઈ ગયા.