નવી દિલ્હી: ભારત-પાકિસ્તાન વચ્ચે કરતારપુર કોરિડોર શરૂ થયા બાદ એકવાર ફરીથી બંને દેશો વચ્ચે રાજનીતિક હલચલ વધી ગઈ છે. પંજાબનો રસ્તો ખુલ્યા બાદ પાકિસ્તાને વિવાદાસ્પદ ગિલગિટ બાલ્ટિસ્તાન વિસ્તાર મામલે આજે બપોરે 12 વાગે કેબિનેટ બેઠક બોલાવી છે. પાકિસ્તાન ઔપચારિક રીતે ગિલગિટ બાલ્ટિસ્તાનને પાંચમો પ્રાંત જાહેર  કરવાની તૈયારી કરી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લીગલ સ્ટેટની સમિક્ષા માટે કમિટી બનાવવામાં આવી
પાકિસ્તાન સરકાર તરફથી ગિલગિટ બાલ્ટિસ્તાન વિસ્તારના લીગલ સ્ટેટસની સમિક્ષા માટે એક કમિટીની રચના કરવામાં આવી છે. કહેવાય છે કે લીગલ સ્ટેટસની સમિક્ષા થયા બાદ પાકિસ્તાન ગિલગિટ બાલ્ટિસ્તાનને પાંચમો પ્રાંત જાહેર કરી શકે છે. 


મોદી સરકારની મોટી કૂટનીતિક જીત, પાકિસ્તાનને તેના ખાસ મિત્ર દેશે જ આપ્યો મોટો આંચકો


જમ્મુ અને કાશ્મીરનો ભાગ છે ગિલગિટ બાલ્ટિસ્તાન
અત્રે જણાવવાનું કે ભારત આ વિસ્તારને જમ્મુ અને  કાશ્મીરનો ભાગ બતાવે છે. નોર્ધન એરિયાઝના નામથી પ્રસિદ્ધ જમ્મુ અને કાશ્મીરના આ ટુકડાને હવે પાકિસ્તાન પોતાનો પાંચમો પ્રાંત જાહેર કરવાની તૈયારી કરી રહ્યું છે. જો કે ભારત તેનો ખુબ વિરોધ કરી રહ્યું છે. હકીકતમાં પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સાકિર નિસારના નેતૃત્વવાળી સાત જજોની પેનલે ઓક્ટોબરમાં સરકારને નિર્દેશ આપ્યા હતાં કે તે પાકિસ્તાનના બીજા પ્રાંતોને સમકક્ષ લાવવા માટે આ વિસ્તારના લીગલ સ્ટેટસની સમિક્ષા કરે. 


ઈમરાન  ખાને બનાવી 10 સભ્યોની કમિટી
હવે પાકિસ્તાનની ઈમરાન  ખાન સરકારે આ આદેશ પર અમલ કરતા 10 સભ્યોની એક કમિટી બનાવી છે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે પણ તત્કાલિન નવાઝ શરીફ સરકાર દ્વારા રચાયેલી વિશેષ પેનલના સૂચનનો સ્વીકાર કરતા નિર્દેશ આપ્યો હતો. આ પેનલ વિસ્તારના બંધારણીય અને પ્રશાસનિક સુધારા માટે બનાવવામાં આવી હતી. 


કાબુલ: બ્રિટનની સુરક્ષા સંસ્થાના પરિસરમાં મોટો વિસ્ફોટ, 10ના મોત અનેક ઘાયલ 


જજે આર્ટિકલ 370નો પણ કર્યો હતો ઉલ્લેખ
બેન્ચના એક સભ્યે આ વાત પર આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું હતું કે જો ભારત પોતાના બંધારણની કલમ 370માં સંશોધન કરીને જમ્મુ અને કાશ્મીરને ખાસ દરજ્જો આપી શકે તો પાકિસ્તાન ગિલગિટ બાલ્ટિસ્તાનને અસ્થાયી પ્રાંતીય દરજ્જો કેમ નથી આપી શકતું? કોર્ટે એમ પણ કહ્યું કે ગિલગિટ-બાલ્ટિસ્તાનના લોકો પણ પાકિસ્તાની છે અને તેમને પણ અધિકાર મળવા જોઈએ. 


પ્રાંતનો દરજ્જો કેવી રીતે મળે, તેના અપાશે સૂચનો
હવે સરકાર દ્વારા બનાવવામાં આવેલી કમિટી વિસ્તારને અસ્થાયી પ્રાંતનો દરજ્જો આપવા માટે સૂચનો આપશે. નોંધનીય છે કે આ વિસ્તાર સયુંક્ત રાષ્ટ્રના પ્રસ્તાવો મુજબ વિવાદાસ્પદ છે. ભલે આ વિસ્તાર પર પાકિસ્તાનનો કબ્જો હોય, પરંતુ ભારત ગિલગિટ-બાલ્ટિસ્તાનને જમ્મુ અને કાશ્મીરનો એક ભાગ માને છે. સુપ્રીમ કોર્ટે 32 અરજીઓ પર સુનાવણી દરમિયાન આ નિર્દેશ આપ્યા હતાં. અરજીઓમાં વિવાદિત વિસ્તારના બંધારણીય દરજ્જાને લઈને ચિંતા વ્યક્ત કરાઈ હતી. જેમાં મુખ્ય અરજી ગિલગિટ બાલ્ટિસ્તાન બાર કાઉન્સિલ તરફથી તેના વાઈસ ચેરમેન જાવેદ અહેમદ તરફથી ફાઈલ કરાઈ હતી. 


વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...