ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં પંજાબના મુખ્યમંત્રી ઉસ્માન બુઝદારે રાજીનામુ આપી દીધુ છે. તો સત્તામાં રહેલી ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈએ પીએમએલ-ક્યૂ નેતા ચૌધરી પરવેઝ ઇલાહીને પંજાબના મુખ્યમંત્રી માટે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. પાર્ટીએ ઔપચારિક રૂપથી તેની જાહેરાત કરી છે. આ જાહેરાતના થોડા સમય પહેલા સૂચના મંત્રી ફવાદ ચૌધરીએ સંકેત આપ્યો હતો કે પંજાબ સરકારમાં એક મોટો ફેરફાર થવાનો છે. આ સ્પષ્ટ છે કે પ્રાદેશિક સરકારમાં ફેરફારનો નિર્ણય લેવો પડશે. તેમની ટિપ્પણી આજે પંજાબ વિધાનસભામાં વિપક્ષ દ્વારા પંજાબના વર્તમાન મુખ્યમંત્રી ઉસ્માન બુઝદાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ થયા બાદ આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૌધરીએ શાહબાઝ ગિલની સાથે એક અનૌપચારિક વાતચીત દરમિયાન આ જાહેરાત કરી છે. તે પૂછવા પર શું પંજાબ વિધાનસભા અધ્યક્ષ ચૌધરી પરવેઝ ઇલાહી પ્રધાનમંત્રી ખાન સાથે મુલાકાત કરશે, ચૌધરીએ કહ્યુ કે બેઠક આજે થઈ રહી છે. મંત્રીએ કહ્યુ, ઘણા મોટા ફેરફાર થવાના છે. ચૌધરીએ કહ્યુ કે, મોટા નિર્ણયની જાહેરાત જલદી કરવામાં આવશે. પાકિસ્તાનમાં વિપક્ષી દળોએ સોમવારે પ્રધાનમંત્રી ઇમરાન ખાનના નજીકના અને પંજાબના મુખ્યમંત્રી ઉસ્લાન બુઝદાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ સોંપ્યો છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન વિરુદ્ધ સંસદમાં લવાયેલા અવિશ્વાસ પ્રસ્તાવ બાદ વિપક્ષે આ પગલું ભર્યુ છે. 


આ પણ વાંચોઃ શું ઇમરાન ખાનની ખુરશી જશે? વિપક્ષે સંસદમાં રજૂ કર્યો અવિશ્વાસ પ્રસ્તાવ, 31 માર્ચે થશે ચર્ચા


પાકિસ્તાની સંસદ (નેશનલ એસેમ્બલી) ના સચિવાલય સમક્ષ વિપક્ષી દળોએ ગત આઠ માર્ચે પ્રધાનમંત્રી ઇમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ સોંપ્યો હતો. વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે ઇમરાન ખાનની સરકાર દેશમાં વધતી મોંઘવારી અને આર્થિક સંકટ માટે જવાબદાર છે. બુઝદાર વિરુદ્ધ આ અવિશ્વાસ પ્રસ્તાવ ખુબ જલદી લાવવામાં આવ્યો જેથી પ્રધાનમંત્રીને હટાવવા પર પંજાબ વિધાનસભાને ભંગ કરવાની પીટીઆઈ સરકારની સંભવિત યોજનાને પહેલાથી નિષ્ફળ કરી દેવામાં આવે. વિપક્ષી દળ પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ અને પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીએ 52 વર્ષીય બુઝદાર વિરુદ્ધ આ અવિશ્વાસ પ્રસ્તાવ સોંપ્યો જેમાં 127 ધારાસભ્યોની સહી છે. વિપક્ષે એક રજૂઆત પત્ર રજૂ કરી વિધાનસભા સત્ર માટે વિનંતી કરી છે, જેથી અવિશ્વાસ પ્રસ્તાવને ગૃહમાં રાખી શકે. અવિશ્વાસ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું કે મુખ્યમંત્રી બુઝદારે ગૃહનો વિશ્વાસ ગુમાવી દીધો છે. 


અવિશ્વાસ પ્રસ્તાવના સંકલ્પત્રમાં કહેવામાં આવ્યું છે કે બુઝદારે 11 કરોડની વસ્તીવાળા પંજાબ પ્રાંતના કામકાજને બંધારણ અનુરૂપ ન કરીને બંધારણનું ઉલ્લંઘન કર્યું છે. વિપક્ષે તેમાં આરોપ લગાવ્યો કે મુખ્યમંત્રીએ છેલ્લા સાડા ત્રણ વર્ષ દરમિયાન લોકતંત્રની ભાવનાથી વિપરીત કામ કર્યું છે. અવિશ્વાસ પ્રસ્તાવ સોંપ્યા બાદ પીએમએલ-એનના ધારાસભ્ય રાણા મશહૂદે કહ્યુ કે, વિપક્ષ નેશનલ એસેમ્બલીના અધ્યક્ષ અસદ કૈસર અને સીનેટના ચેરમેન સાદિક સંજરાની વિરુદ્ધ પણ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવશે. 


આ પણ વાંચોઃ તાલિબાનનો મહિલાઓ પર અત્યાચાર, હવે આ અધિકાર પણ છીનવી લીધો  


પીએમએલ-ક્યૂ સરકારની સહયોગી પાર્ટી છે જેની પાસે પંજાબ વિધાનસભામાં 10 સીટ છે, પરંતુ તેણે પણ વિપક્ષ સાથે જવાનો સંકેત આપ્યો છે. પીએમએલ-ક્યૂએ કહ્યુ કે ઇમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવનું સમર્થન કરવા પર તેને પંજાબના મુખ્યમંત્રી પદનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. ઇમરાન સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ આવ્યા બાદ પાકિસ્તાનમાં રાજકીય અસ્થિરતા જોવા મળી રહી છે. ઇમરાન સરકાર વિરુદ્ધ આજે સંસદમાં અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. હવે તેના પર 31 માર્ચે ચર્ચા થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube