ઇસ્લામાબાદ: કર્ણાટક હિજાબ વિવાદ મામલે હાઇકોર્ટે પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે. કોર્ટે વિદ્યાર્થીઓની અરજી નકારી કાઢતાં કહ્યું કે હિજાબ ઇસ્લામનો અનિવાર્ય ભાગ નથી અને સ્કૂલો તરફતેહી જાહેર કરવામાં આવેલા યૂનિફોર્મની બાધ્યતા યોગ્ય છે. ત્યારબાદ પાકિસ્તાને આ નિર્ણય પર ગંભીર ચિંતા વ્યક્ત કરે છે અને દાવો કર્યો છે કે આ નિર્ણય ધાર્મિક રિત રિવાજોની સ્વતંત્રતાના સિદ્ધાંતો યથાવત રાખવામાં નિષ્ફળ થયો છે અને તે માનવાધિકાર અતિક્રમણ કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્કૂલ ડ્રેસનો નિયમ યોગ્ય પાબંધી: કોર્ટ
કર્ણાટક હાઇકોર્ટે ક્લાસે હિજાબ પહેરવાની અનુમિત આપવાનો અનુરોધ કરનારી ઉડ્ડીપી સ્થિત 'ગવર્નમેન્ટ પ્રે-યૂનિવર્સિટી ગર્લ્સ કોલેજ' ની મુસ્લિમ છાત્રાઓના એક વર્ગની અરજીઓ મંગળવારે નકારી કાઢી હતી અને કહ્યું કે હિજાબ પહેરવો ઇસ્લામ ધર્મમાં આવશ્યક ધાર્મિક પ્રથાનો ભાગ નથી. ત્રણ જજોની પૂર્ણ પીઠે કહ્યું કે સ્કૂલના ડ્રેસના નિયમ એક યોગ્ય પાબંધી છે અને સંવૈધાનિક રૂપથી સ્વિકૃત છે, જેના પર વિદ્યાર્થીનીઓ વાંધો ઉઠાવી ન શકે. ત્યારબાદ અરજીકર્તા વિદ્યાર્થીઓનીએ કોર્ટના આદેશને 'અસંવૈધાનિક' ગણાવ્યો અને કહ્યું કે તેમની કાનૂની લડાઇ ચાલુ રહેશે.  


હિજાબ પર પાકિસ્તાનના વિદેશ મંત્રાલયનું નિવેદન
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું, "આ નિર્ણય સ્પષ્ટપણે ધાર્મિક વિધિઓની સ્વતંત્રતાના સિદ્ધાંતને જાળવી રાખવામાં નિષ્ફળ જાય છે અને માનવ અધિકારોનું ઉલ્લંઘન કરે છે." "આ નિર્ણય સતત મુસ્લિમ વિરોધી ઝુંબેશમાં વધુ એક ઘટાડાનું પ્રતિક છે, કારણ કે આ અભિયાન હેઠળ મુસ્લિમોને નિશાન બનાવવા માટે ધર્મનિરપેક્ષતાની આડ લેવામાં આવી રહી છે. 


ભારત ગુમાવતું જાય છે ધર્મનિરપેક્ષની ઓળખ: પાકિસ્તાન
પાકિસ્તાન વિદેશ મંત્રાલયે દાવો કર્યો કે ભારત પોતાની ધર્મનિરપેક્ષ ઓળખ ગુમાવતું જાય છે જે તેના અલ્પસંખ્યકો માટે ઘાતક છે. પાકિસ્તાને ભારત સરકાર પાસે અલ્પસંખ્યકો ખાસકરીને મુસલમાનો તરફથી પોતાના ધર્મનું પાલન કરવા માટે તેમના અધિકારની સુરક્ષા સુનિશ્વિત કરવાની અપીલ કરી. 


ચૂકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો
સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી ક્લાસની અંદર હિજાબ પહેરવાની અનુમતિ માટે અરજીઓને નકારવા સંબંધી કર્ણાટક હાઇકોર્ટના નિર્ણયને પડકાર ફેંકયો છે. કર્ણાતક હાઇકોર્ટે રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પર પ્રતિબંધ યથાવત રાખ્યો હતો. ત્યારબાદ કોર્ટે આ નિર્ણય વિરૂદ્ધ એક મુસ્લિક વિદ્યાર્થીનીઈ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube