જીનેવા: જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir) મુદ્દે આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાન (Pakistan)ની વધુ એક કૂટનીતિક હાર થઈ છે. યુરોપીયન યુનિયન તરફથી ફટકાર લગાવાયા બાદ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)ના મોટાભાગના સભ્ય દેશોએ પાકિસ્તાનનો સાથ આપવાની ના પાડી દીધી છે. UNHRCમાં પાકિસ્તાન (Pakistan) જમ્મુ અને કાશ્મીર મુદ્દે સંકલ્પ રજુ કરવા માંગતું હતું પરંતુ તે તેના માટે જરૂરી સમર્થન મેળવવામાં નિષ્ફળ ગયું. આ સાથે જ જમ્મુ અને કાશ્મીરને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીય મુદ્દો બનાવવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યાં મુજબ નિર્ધારીત સમય મર્યાદાની અંદર પાકિસ્તાન જરૂરી સભ્યોનું સમર્થન પત્ર UNHRCને સોંપી શક્યો નહીં. UNHRCના મોટાભાગના સભ્ય દેશોએ જમ્મુ કાશ્મીર (Jammu Kashmir) મુદ્દે સંકલ્પ રજુ કરવાના પાકિસ્તાનના પ્રસ્તાવનું સમર્થન કરવાની ના પાડી દીધી. જેના કારણે પાકિસ્તાનના નાપાક મનસૂબા પર પાણી  ફરી ગયું છે. 


ન્યૂઝ એજન્સીના જણાવ્યાં મુજબ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં ભારતના પ્રથમ સચિવ કુમમ મિની દેવીએ કહ્યું કે જમ્મુ કાશ્મીર ભારતની સંપ્રભુતા અને આંતરિક મામલો છે. પાકિસ્તાન ખોટી દાનતથી સરહદની ખોટી વ્યાખ્યા કરવાની કોશિશ કરી રહ્યું છે. પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીર (POK)માં અન્યાય બધી મર્યાદા તોડી રહ્યો છે. અટકાયતમાં લઈને રેપ, હત્યા જેવી વારદાતોને અંજામ આપવામાં આવી રહ્યો છે. એક્ટિવિસ્ટ અને પત્રકારોના માનવાધિકારોનો ભંગ ત્યાં સામાન્ય વાત છે. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...