ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં સંવિધાના વિરૂદ્ધ જઇને ઇમરજન્સી લગાવવાના મામલે પૂર્વ સૈન્ય તાનાશાહ પરવેઝ મુશર્રફને આપવામાં આવેલી મોતની સજાના નિર્ણયનું વિવરણ કોર્ટમાં જાહેર કર્યું છે. તેમાં અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે કે ભાગેડૂ (પરવેઝ મુશર્રફ)ને પકડીને કાનૂન મુજબ સજા આપો અને જો એવું ન હોય તેના તેની લાશને ઘસડીને ચોકમાં લાવો અને ત્રણ દિવસ સુધી તેને ત્યાં લટકાવો. સ્પેશિયલ કોર્ટના ત્રણ ન્યાયાધીશોની પીઠે એક મુકાબલામાં બે બહુમતથી પૂર્વ રાષ્ટ્રપતિ (સેવાનિવૃત્ત) જનરલ પરવેજ મુશર્રફને મોતની સજા સંભળાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીઠના અધ્યક્ષ પેશાવર હાઇકોર્ટના ન્યાયમૂર્તિ વકાર અહમદ સેઠ અને સભ્ય લાહોર હાઇકોર્ટના ન્યાયમૂર્તિ શાહિદ કરીમને મોતની સજાના પક્ષમાં ચૂકાદો આપ્યો જ્યારે સિંધ હાઇકોર્ટના ન્યાયમૂર્તિ નજર અકબરે અસહમતિ વ્યકત કરી છે. વિસ્તૃત ચૂકાદો ગુરૂવારે જાહેર કરવામાં આવ્યો. તેમાં કોર્ટે કહ્યું કે તે તમામ વરદીવાળા પણ આ મામલે બરાબરના ભાગીદાર છે જેમણે તે સમયે મુશર્રફનો સાથ આપ્યો હતો, તેમને સુરક્ષા આપી હતી. 


ચૂકાદામાં કહેવામાં આવ્યું છે, તે સમયની કોર કમાંડરોની કમિટી અને તે તમામ વર્દીધારી અધિકારી પણ દોષી (મુશર્રફ) દ્વારા માટે ચૂકાદામાં બરાબરના ભાગીદાર છે જેમણે તેને (મુશર્રફને) તે સમયે સુરક્ષા પુરી પાડી હતી. 


કોર્ટે પોતાના ચૂકાદામાં કહ્યું કે 'અમે કાનૂન લાગૂ કરનારી સંસ્થાઓને નિર્દેશ આપે છે કે તે ભાગેડૂ/દોષીને પકડવામાં પોતાની પુરી ક્ષમતાનો ઉપયોગ કરે અને તે સુનિશ્વિત કરો કે દોષીને કાનૂન અનુસાર સજા આપવામાં આવે. અને જો તેમનું મોત થઇ જાય છે તો તેમનું મોત થઇ જાય છે તો તેમની લાશને ઘસેડીને ઇસ્લામાબાદમાં ડી ચોક પર લાવવામાં આવે અને ત્રણ દિવસ સુધી તેને ત્યાં જ લટકાવવામાં આવે. 


પરવેઝ મુશર્રફ હાલમાં દુબઇમાં છે અએન અસ્વસ્થ્ય છે. તેમણે ચૂકાદાને ખોટો ગણાવતાં કહ્યું કે તેમના વિરૂદ્ધ અંગત પ્રતિશોધની ભાવનાથી નિર્ણય લીધો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube