પાકિસ્તાનના પંજાબ પ્રાંતની વિધાનસભા શનિવારે તે સમયે જંગનો અખાડો બની ગઇ, જ્યારે ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઇના નેતાઓએ ડેપ્યુટી સ્પીકર પર હુમલો કરી દીધો. પીટીઆઇ નેતાઓના હુમલામાં ડેપ્યુટી સ્પીકર મિત્ર મોહમંદ મજરીને ઇજા પહોંચી છે. હાલ તેમને પહોંચેલી ઇજા વિશે વધુ જાણકારી પ્રાપ્ત થઇ નથી. કહેવામાં આવી રહ્યું છે કે પીટીઆઇના ધારાસભ્યોએ ડેપ્યુટી સ્પીકરને લાફા માર્યા અને વાળ ખેંચ્યા. સ્પીકરને સુરક્ષિત નિકાળવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંજાબના નવા મુખ્યમંત્રી ચૂંટવા માટે જ્યારે ડેપ્યુટી સ્પીકર મિત્ર મોહંમદ મજારી સદનની અધ્યક્ષતા કરવા આવ્યા તો ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઇના ધારાસભ્યોએ તેમની સાથે મારઝૂડ કરી. જાણકારી અનુસાર પીટીઆઇના ધારાસભ્યોએ તેમના પર લોટા ફેંક્યા. આ દરમિયાન ત્યાં સિક્યોરિટી ગાર્ડ્સ પણ હાજર હતા. પંજાબ વિધાનસભા સત્ર સવારે 11:30 વાગે શરૂ થવાનું હતું પરંતુ પીટીઆઇના સભ્યોની ગેરહાજરીના કારણે સ્થગિત થઇ ગઇ હતી.  


પીટીઆઇ ધારાસભ્ય પોતાની સાથે લોટા લઇને આવ્યા હતા અને ત્યારબાદ લોટા-લોટા બૂમો પાડવા લાગ્યા હતા. આ તે નેતાઓ પર કટાક્ષ કર્યો હતો, જેમણે ઇમરાન ખાનની પાર્ટી છોડીને વિપક્ષનું સમર્થન કર્યું હતું.  


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube