ઇસ્લામાબાદ : પૂર્વ અલકાયદા પ્રમુખ ઓસામા બિન લાદેનનાં (Osama Bin Laden) ઘરની ઓળખ કરવામાં મહત્વની ભુમિકા નિભાવનારા એક પાકિસ્તાની ડોક્ટરે સોમવારે જેલની અંદર ભુખ હડતાળ ચાલુ કરી દીધી. ડોક્ટરે આરોપ લગાવ્યો કે, તેની જેલની સજા વિરુદ્ધ અપીલમાં વારંવાર મોડુ કરવામાં આવી રહ્યું છે. ડોક્ટર શકીલ આફ્રીદી 23 વર્ષની જેલની સજા કાપી રહ્યા છે. આફ્રીદીએ એબટાબાદમાં ખોટા રસીકરણ અભિયાનમાં ભાગ લીધો, જેની યોજના અમેરિકી સેન્ટ્રલ એજન્સી (CIA) એ બિન લાદેનનો ડીએનએ સેમ્પલ પ્રાપ્ત કરવા માટે બનાવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત: મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા પોલીસ કમિશ્નરને સસ્પેંડ કરવાની માંગ, લગાવ્યો વિચિત્ર આરોપ
આફ્રીદીનાં વકીલ કમર નદીમે પોતાનાં મુવક્કીલ અંગે જણાવ્યું કે, તે સોમવારથી ભુખ હડતાળ પર છે. આફ્રીદીને પંજાબ પ્રાંતની હાઇ સિક્યોરિટી જેલમાં રાખવામાં આવ્યા છે. નદીમે આરોપ લગાવ્યો કે આફ્રીદી પોતાની સજાની વિરુદ્ધ અપીલમાં 65 વખત મોડુ કરવામાં આવ્યા બાદ અમાનવીય તથા અન્યાયપૂર્ણ સ્થિતીનો સામનો કરી રહ્યા છે. આ સજા આતંકવાદી સમુહો સાથે જોડાયેલા હોવાનાં આરોપો પર આધારિત છે. વકીલે કહ્યું કે, આ અમાનવીય, અન્યાયપૂર્ણ અને શરિયા અથવા કોઇ અન્ય કાયદા અનુસાર નથી. આફ્રીદીને અલ કાયદા પ્રમુખ ઓસામા બિન લાદનને એબટાબાદમાં તેનાં પરિસરમાં જ અમેરિકી સ્પેશ્યલ ફોર્સ દ્વારા 2 માર્ચ, 2011નાં રોજ ઠાર મારવામાં આવ્યો હતો. ત્યાર બાદઆ ડોક્ટરની ધરપકડ કરવામાં આવી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube