પાકિસ્તાનનાં બુરે દિન: ભેંસો વેચ્યા બાદ હવે ચીનને વેચ્યા 1 લાખ કિલો વાળ
પાકિસ્તાનનાં ખરાબ દિવસો ચાલી રહ્યા છે, નવી સરકારે તબેલામાં રહેલી ભેંસો પણ વેચવાનાં દિવસો આવ્યા છે ત્યારે હવે વાળ વેચવાનું શરૂ કર્યું છે
ઇસ્લામાબાદ : પાકિસ્તાની ચીનને ગત્ત પાંચ વર્ષોમાં આશરે 94 લાખ રૂપિયાની કિંમતનાં એક લાખ કિલોગ્રામ માનવ વાળનો નિકાસ કર્યો છે. ચીનમાં મેકઅપ ઇન્ડસ્ટ્રીનો જેમ જેમ વિકાસ થતો જાય છે તેમ તેમ ત્યાં માનવ વાળની માંગ વધી રહી છે. સ્થાનીક સ્તર પર હેર એસેસરીઝનું ઉત્પાદન વધવાનાં કારણે ચીન માનવ વાળની આયાત સતત વધારી રહ્યું છે. જેના કારણે તે અન્ય દેશોમાંથી પણ વાળ ઇમ્પોર્ટ કરે છે.
પાકિસ્તાનનાં વાણીજ્ય અને કપડા મંત્રાલયે નેશનલ એસેમ્બલીને માહિતી આપી કે ગત્ત પાંચ વર્ષોમાં ચીનને 1,05,461 કિલોગ્રામ માનવવાળની નિકાસ કર્યો છે. પાકિસ્તાની અખબાર ડોનનાં અનુસાર પ્રતિષ્ઠિત બ્યૂટીશિયન એમ.એમ. ચૌહાણ જણાવે છે કે નિકાસ વધવાનું બીજુ કારણ લોકોમાં વિગ પહેરવાનું વધી રહેલું ચલણ છે. તેમણે કહ્યું કે, બીજુ કારણ ચીનમાં સ્થાનીક સ્તર પર હેર એસેસરીઝનાં ઉત્પાદનમાં ઘટાડો થવાનું છે. તેમણે જણાવ્યું કે, પહેલા સ્થાનીક લોકો હેર એક્સટેંશન, મુછો, બિયર્ડ અને વિગ હાથથી બનાવતા હતા, પરંતુ ચીની મેકઅપ ઇન્ડસ્ટ્રીમાં સ્થાનીક કારીગરોને શાખ નબળી પડી છે.
આ રીતે એકત્ર કરવામાં આવે છે વાળ
ચૌહાણ જણાવે છે કે નિકાસકારોએ હેર સલુનમાં પોતાનાં ડસ્ટબિન લગાવેલા છે. ગ્રાહકોનાં કપાયેલા વાળોને બિનમાં એકત્ર કરવામાં આવે છે. નિકાસકાર 5000 અથવા 6000 રૂપિયા પ્રતિકિલોગ્રામનાં દરથી વાળ ખરીદે છે. ઉચ્ચ ગુણવત્તા વાળા વાળને અમેરિકા અને જાપાનમાં પણ નિકાસ કરવામાં આવે છે, કારણ કે તેઓ મનોરંજન જગતમાં તેની ખુબ જ માંગ છે. આ સમયે પાકિસ્તાનમાં પણ હેર એક્સટેંશન અને વિગની ખુબ જ માંગ છે.