નવી દિલ્હી: ભારતીય સેના (Indian Army)ની શકિતનો ખોફ પાકિસ્તાન (Pakistan)માં એટલો જોવામાં આવે છે કે આજે પણ આ દેશ સર્જિકલ સ્ટ્રાઈકના નામથી કંપી રહ્યો છે. પાકિસ્તાનને આજે પણ આશંકા છે કે ભારત તેના પર સર્જિકલ સ્ટ્રાઈક કરી શકે છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી (Shah Mahmood Qureshi)એ શુક્રવારે UAEમાં કહ્યું કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓને એવી માહિતી મળી છે કે ભારત તેના પર સર્જિકલ સ્ટ્રાઇક કરી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- USA: નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ Joe Bidenએ કર્યો પુત્રનો બચાવ, લાગ્યા હતા આ આરોપ


ભયની છાયા હેઠળ જીવે છે પાકિસ્તાન
વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી (Shah Mahmood Qureshi)એ કહ્યું કે તેમને વિશ્વસનીય સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે ભારત તેના આંતરિક મામલાઓથી ધ્યાન હટાવવા માટે પાકિસ્તાન સામે સર્જિકલ સ્ટ્રાઈક કરવાની યોજના બનાવી રહ્યું છે.


આ પણ વાંચો:- બ્રિટનના 8 જ સપ્તાહના બાળકને ખતરનાક બીમારી, સારવારનો ખર્ચ જાણીને ચોંકી જશો


ભારત સામે આ આરોપો
તમને જણાવી દઇએ કે, પાકિસ્તાની વિદેશ મંત્રી બે દિવસીય મુલાકાત પર UAEમાં છે. તેમણે આ નિવેદન અબુધાબીમાં એક પત્રકાર પરિષદમાં આપ્યું હતું. પાક વિદેશ મંત્રીએ કહ્યું કે અમે દુનિયાને યાદ અપાવીએ છીએ કે શાંતિ એક સામૂહિક જવાબદારી છે. ભારત તેની સ્થાનિક મુશ્કેલીઓથી ધ્યાન હટાવવા પ્રયાસ કરી રહ્યું છે અને તે અમને અસ્થિર કરવા માંગે છે. અમે અપીલ કરીએ છીએ કે વિશ્વ તેને આવું કરવાથી રોકે.


આ પણ વાંચો:- અમેરિકામાં ફાઈઝર બાદ હવે  Moderna ની કોરોના રસીને પણ મળી મંજૂરી, જાણો કેટલી અસરકારક છે?


તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત વિરુદ્ધ કોઈ નિવેદન આપ્યું છે. તાજેતરમાં જ એક પાકિસ્તાની અખબારે સૈન્યને ટાંકીને લખ્યું છે કે, દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનથી લોકોનું ધ્યાન હટાવવા માટે પાકિસ્તાન વિરુદ્ધ કાવતરું ઘડી શકે છે, તેથી પાકિસ્તાન સૈન્ય એલર્ટ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube