પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનને તોસાખાના કેસમાં કોર્ટે 3 વર્ષની જેલની સજા સંભળાવી છે. આ સાથે જ પૂર્વ પીએમ ઈમરાન ખાનને પાંચ વર્ષ માટે રાજકારણમાંથી ડિસ્કવોલિફાય કરાયા છે. પાકિસ્તાનથી આવી રહેલા આ ખબર મુજબ પીટીઆઈના રાષ્ટ્રીય અધ્યક્ષ ઈમરાન ખાનને ચૂંટણી લડવા માટે અયોગ્ય જાહેર કરી દેવાયા છે. પૂર્વ પીએમ ઈમરાન ખાનની ધરપકડ કરી લેવાઈ છે. 


3 વર્ષની કેદ અને એક લાખનો દંડ
તોશાખાના કેસમાં ઈમરાન ખાન પર એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. દંડ ન જમા કરવાની સ્થિતિમાં ઈમરાન ખાને 6 મહિના વધુ જેલવાસ ભોગવવો પડશે. ઈસ્લામાબાદ પોલીસને ઈમરાન  ખાનનું ધરપકડ વોરંટ મળી ગયું છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube