ઈસ્લામાબાદ: ભારતે ખરીદેલા રાફેલ જેટ વિમાનની ચર્ચા સમગ્ર દુનિયામાં થઈ રહી છે. રાફેલ દુશ્મન દેશોના દાંત ખાટા કરવા સક્ષમ છે. ત્યારે દુશ્મન દેશોમાં ફફડાટ વચ્ચે તેમને રાફેલનો મુકાબલો કરવા માટે કમર કસી દીધી છે. હવે જો વાત કરીએ તો પાકિસ્તાનની તો... ભારતનું સૌથી મોટું કટ્ટર દુશ્મન છે. પાકિસ્તાનને જે-10સી ફાઈટર જેટ (J-10C Fighter Jet) ને પોતાની વાયુસેનામાં સામેલ કરી લીધા છે, જેના કારણે પાકિસ્તાનની સૈન્ય શક્તિમાં વધારો થયો છે. પાકિસ્તાનને લડાકૂ વિમાનો ચીન પાસેથી ખરીદ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનને ચીન જે-10સી ફાઈટર જેટ ભારતના લડાકૂ વિમાન રાફેલના મુકાબલો કરવા માટે ખરીદ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનની વાયુસેનામાં J-10C સામેલ
જોકે, ચીને કેટલા J-10C ફાઈટર જેટ વિમાન પાકિસ્તાનને ઉપલબ્ધ કરાવ્યા છે, તેના વિશે હજુ સુધી કોઈ માહિતી જાણવા મળી નથી. J-10C ફાઈટર જેટને વાયુસેનામાં સામેલ કરવા પ્રસંગે શુક્રવારે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને પંજાબના અટોક જિલ્લા સ્થિત પાકિસ્તાન વાયુસેનાના એરબેસ મિનહાસ કામરામાં એક સમારોહને સંબોધિત કર્યો.


ક્ષેત્રમાં અસંતુલન પૈદા કરવાની કોશિશ
ઈમરાન ખાને ફ્રાન્સ પાસેથી ભારતના રાફેલ ફાઈટર જેટની ખરીદી પર ઈશારો કરતા જણાવ્યું હતું કે, દુર્ભાગ્યવશ, ક્ષેત્રમાં અસંતુલન પૈદા કરવાની કોશિશો કરવામાં આવી રહી છે અને તેનું સમાધાન કરવા માટે આજે આપણી સંરક્ષણ પ્રણાલીમાં એક મોટો વધારો કરવામાં આવ્યો છે.


ચીને 8 મહીનામાં તૈયાર કર્યા લડાકૂ વિમાન
પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ લગભગ 40 વર્ષ પછી તેને પાકિસ્તાન માટે એક મોટી ઉપલબ્ધિ ગણાવી, જ્યારે અમેરિકા દ્વારા આપવામાં આવેલા F-16 ફાઇટર જેટને પાકિસ્તાની વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા હતા. તેમણે લગભગ આઠ મહિનાના ટૂંકા ગાળામાં એરક્રાફ્ટ આપવા બદલ ચીનનો આભાર પણ માન્યો, જ્યારે આધુનિક ફાઈટર એરક્રાફ્ટ મેળવવામાં ઘણા વર્ષો લાગે છે.


ઈમરાન ખાને જણાવ્યું છે કે, પાકિસ્તાન તરફ આક્રમક વલણથી આગળ વધ્યા પહેલા કોઈ પણ દેશે બે વખત વિચારવું પડશે. સેના કોઈ પણ પડકારનો સામનો કરવા માટે સજ્જ છે.


પાકિસ્તાની વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ ઝહીર અહેમદ બાબર સિદ્ધૂએ જણાવ્યું કે, વાયુસેનામાં J-10Cને સામેલ કરવાથી વાયુદળની ક્ષમતામાં વધારો થશે. J-10C એ 4.5મી પેઢીનું ફાઇટર એરક્રાફ્ટ છે અને આ ચીન-પાક દ્વારા સંયુક્ત રૂપથી વિકસિત કરવામાં આવેલું લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ JF-17 કરતા વધુ શક્તિશાળી છે, જેણે હાલમાં પાકિસ્તાન ઉપયોગ કરી રહ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube