પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ના સૌથી ઉત્તરી વિસ્તાર ગિલગિટ બાલ્ટિસ્તાનના લોકો છેલ્લા કેટલાક દિવસથી પાકિસ્તાનની વિરુદ્ધ પ્રદર્શન કરતા ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ લદાખ સાથે ભળી જવાની માંગણી કરી રહ્યા છે. મોંઘવારી, બેરોજગારીથી પરેશાન આ વિસ્તારના લોકો પાકિસ્તાન સરકારની ભેદભાવપૂર્ણ નીતિઓથી તંગ આવી ગયા છે અને હવે ભારત સાથે આવવા માટે પ્રદર્શન કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે દાયકાઓ સુધી પાકિસ્તાનની સરકારોએ તેમની સાથે ભેદભાવ કર્યો અને તેમના ક્ષેત્રનું શોષણ કર્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોશિયલ મીડિયા પર પ્રદર્શન સંલગ્ન અનેક વીડિયો સામે આવી રહ્યા છે. જેમાં જોવા મળી રહ્યું છે કે ગિલગિટ-બાલ્ટિસ્તાનના લોકો ભારે સંખ્યામાં રસ્તાઓ પર ઉતરીને પ્રદર્શન કરી રહ્યા છે. લોકો માંગણી કરી રહ્યા છે કે લદાખના કારગિલ જિલ્લામાં સકરદૂ કારગિલ રોડને ફરીથી ખોલવામાં આવે.  તેમની માંગણી છે કે લદાખમાં તેમના જે બાલ્ટિસ્તાનના લોકો રહે છે તેમની સાથે તેમને રહેવા દેવામાં આવે. 


છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહેલા આ વિરોધ પ્રદર્શનમાં લોકો માંગણી કરી રહ્યા છે કે પાકિસ્તાની સરકારે જે તેમની જમીન પર ગેરકાયદેસર કબજો જમાવી રાખ્યો છે તેને ખતમ કરવામાં આવે. તેમના ક્ષેત્રમાં પ્રાકૃતિક સંસાધનોના દોહનને રોકવામાં આવે. તેમની એક માંગણી એ પણ હતી કે મોંઘવારીના કારણે તેઓ ઘઉ સહિત તમામ જરૂરી સામાનની ખરીદી કરી શકતા નથી આથી તેમને સરકાર સબસિડી આપે. 


PM મોદીએ 'ગંગા વિલાસ ક્રુઝ'ને દેખાડી લીલી ઝંડી, એક દિવસનું ભાડું જાણી દંગ રહી જશો


નાસિક-શિરડી હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બસ-ટ્રક ટકરાતા 10 સાઈભક્તોના દર્દનાક મોત


નાનકડાં ગામમાં ચાલે છે 'સેક્સટોર્શન રેકેટ', યુવતીઓને અપાય છે ન્યૂડ વીડિયો કોલ....


પ્રદર્શનનું ચીન કનેક્શન
પાકિસ્તાન ગુપચુપ રીતે આ વિસ્તારની હુંજા ઘાટીને જલદી ચીનને પટ્ટા પર આપવાનું છે. જેના દ્વારા પાકિસ્તાન ચીન-પાકિસ્તાન ઈકોનોમીક કોરિડોર પ્રોજેક્ટમાં ચીની રોકાણ વધારીને પોતાના ચીની દેવાને ઓછું કરવા માંગે છે. આ વિસ્તાર ખનીજના મામલે ખુબ જ ફળદ્રુપ છે અને ચીન ત્યાં ખનન પ્રોજેક્ટ શરૂ કરી શકે છે. આ વાતથી પણ લોકો ખુબ જ ગુસ્સામાં છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube