Rape ના દોષીઓને હવે ખૈર નહી, સંસદે નપુંસક બનાવવાની સજાને આપી મંજૂરી
પાકિસ્તાનમાં બળાત્કારના ગુનેગારો માટે એક કાયદો તૈયાર કર્યો છે. તેના અંતગર્ત રેપના દુર્ષ્કમના દોષીઓને દવા આપીને નપુંસક બનાવવામાં આવશે. આ કાનૂનનો ઉદ્દેશ્ય રેપના અપરાધીના નિર્ણયને ઝડપી લેવો અને કડક સજા આપવી જોઇએ.
ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં બળાત્કારના ગુનેગારો માટે એક કાયદો તૈયાર કર્યો છે. તેના અંતગર્ત રેપના દુર્ષ્કમના દોષીઓને દવા આપીને નપુંસક બનાવવામાં આવશે. આ કાનૂનનો ઉદ્દેશ્ય રેપના અપરાધીના નિર્ણયને ઝડપી લેવો અને કડક સજા આપવી જોઇએ. સતત વધતા જતા કેસ ચિંતાનો વિષય બની રહ્યો છે.
અપરાધીઓને બનાવવામાં આવશે નપુસંક
દોષી યૌન અપરાધીઓને સંસદ દ્વારા એક નવો કાયદો પસાર કર્યા બાદ રસાણિક રીતે નપુંસક બનાવવાનો સામનો કરવો પડી શકે છે. આ પગલાંનો ઉદ્દેશ્ય સજાને ઝડપી અને કડક સજા આપવાનો છે. આ કાયદો દેશમાં મહિલાઓ અને બાળકો સાથે દુષ્કર્મની ઘટનાઓમાં થયેલા વધારાને જોતાં અને અપરાધ પર રોક લગાવવાને લઇને લાવવામાં આવ્યો છે.
Viral Video: જો જો જોઇને ઉલટી ન થઇ જાય...આ શું! ડોક્ટર છાણ ખાઇ રહ્યા છે? ગણાવ્યા અઢળક ફાયદા
ખરડાના એક વર્ષ બાદ બનશે કાયદો
તમને જણાવી દઇએ કે રાષ્ટ્રપતિ આરિફ અલ્વી (Arif Alvi) ના પાકિસ્તાની મંત્રીમંડળ દ્વારા મંજૂર ખરડા પર મોહર લગાવવાના લગભગ એક વર્ષ પછી આ ખરડો મંજૂર કર્યો છે. આ કાયદામાં દોષીની સહમતિથી (with the Consent of the Guilty) તેને કેમિકલ્સ દ્રાર નપુંસક બનાવવા અને એવા કેસની તાત્કાલિક સુનાવણી માટે વિશેષ કોર્ટની રચના કરવાની જોગવાઇ તૈયાર કરવામાં આવી છે.
Viral News: પાણીપુરી ખાવાના શોખીનો જરા ચેતી જજો, ફોટો જોઇને ઉડી જશે હોશ
કાયદામાં સુધારો
પાકિસ્તાનના 'ડોન' સમાચાર પત્રના અનુસાર આપરાધિક કાનૂન (સંશોધન) ખરડો 2021 ના રોજ બુધવારે સંસદના સંયુક્ત સત્રમાં 33 અન્ય ખરડાને મંજૂર કરવામાં આવ્યો છે. સમાચાર પત્રએ જણાવ્યું કે આ કાયદા દ્રારા પાકિસ્તાન દંડ સંહિતા, 1860 અને દંડ પ્રક્રિયા સંહિતા, 1898 માં સંશોધન કરવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube